વડોદરાના માંજલપુર વિસ્તારની કોતર તલાવડી ખાતે અગાઉ સફાયો કરાયેલા ગેરકાયદે બે દુકાનોનું બાંધકામ ફરીવાર થઈ જતા પાલિકા તંત્ર દ્વારા બંને ગેરકાયદે દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ચારે બાજુએ ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે અને જાહેર રોડ રસ્તા સહિત નાની ગલીઓમાં પણ ઠેર ઠેર લારી ગલ્લા ગોઠવાઈ ગયા છે પરિણામે રોડ રસ્તા સાંકડા થઈ જતા ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાય છે આ ઉપરાંત રસ્તાઓ સાંકડા થવાના કારણે વાહનચાલકોને તકલીફ પડતા વારંવાર તકરારના દ્રશ્યો પણ સર્જાયા કરે છે.
આ દરમિયાન માંજલપુર વિસ્તારમાં આવેલી કોતર તલાવડી ખાતે અગાઉ બે દુકાનો ગેરકાયદે બનાવવામાં આવી હતી. આ અંગે તંત્રને ફરિયાદો મળી હતી. પરિણામે સ્થાનિક પોલીસ બંદોબસ્ત સાથે આ બંને ગેરકાયદે દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું ત્યારે સ્થાનિક રહીશોના ટોળેટોળા ઘટના સ્થળે પત્ર થયા હતા.