વડોદરામાં નિવૃત્ત પોલીસ જવાનના પત્નીનો અછોડો તોડી બાઇક સવાર લૂંટારું ફરાર

પતિ-પત્ની રાત્રે ઘરેથી ચાલવા વીઆઈપી રોડ પર નીકળ્યા હતા

MailVadodara.com - A-bike-riding-robber-absconded-after-breaking-the-house-of-a-retired-police-constable-wife-in-Vadodara

વડોદરા શહેરના કિશનવાડી જાગૃતિ મહોલ્લામાં રહેતા રાહેલબેન સનાભાઇ વણકર ઘર કામ કરે છે. તેમના પતિ સીઆરપીએફમાંથી વર્ષ-2017માં નિવૃત્ત થયા છે. ગઈકાલે રાત્રે જમી પરવાનીને તથા તેમના પતિ રાત્રે 10:30 વાગે ઘરેથી ચાલવા માટે વીઆઈપી રોડ પર નીકળ્યા હતા. ચાલતા ચાલતા સુપર બેકરી થઈ ખોડીયાર નગર ચાર રસ્તા તરફ રોડની ડાબી બાજુ જતા હતા ત્યારે અર્થ આઇકોન પાસેથી પસાર થતાં સમયે રાત્રે 11:15 વાગે એક બાઈક પર બે આરોપીઓ આવ્યા હતા અને રાહેલબેનના ગળામાંથી સોનાની ચેન તોડીને ભાગી ગયા હતા. પતિ-પત્નીએ બૂમાબૂમ કરતા રાહદારીઓ પણ બાઈક સવાર લુંટારાઓની પાછળ દોડ્યા હતા પરંતુ આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા.

Share :

Leave a Comments