ફાઇનાન્સ પર લીધેલા વાહનો હપ્તા ભર્યા વગર વેચી દેતો વડોદરાનો ઠગ પકડાયો

MailVadodara.com - A-Vadodara-thug-was-caught-selling-vehicles-taken-on-finance-without-paying-installments

ફાઇનાન્સ ઉપર લીધેલા વાહનો ખરીદ્યા બાદ હપ્તા ભર્યા વગર વેચી દેતા વડોદરાના ભેજા બાજને પોલીસે ઝડપી પાડ્યો છે.

વડોદરા પોલીસની ટીમે તરસાલીની વિન્ટેજ સોસાયટીમાં વોચ રાખી છેતરપિંડીના ગુનાઓમાં વોન્ટેડ અજય કનૈયાલાલ કહાર (ગજાનન ફ્લેટ્સ,વૈકુંઠ એક વાઘોડિયા રોડ) ઉપર વોચ રાખી ઝડપી પાડ્યો હતો. ફાઇનાન્સ પર લીધેલા વાહનો ખરીદી લીધા બાદ આ વાહનો લોન સાથે જ ત્રાહિત વ્યક્તિને વેચી દઈ છેતરપિંડી કરતા અજય કહારને જુદા-જુદા પોલીસ સ્ટેશનની ટીમો શોધી રહી હતી. 


અજય કહાર વડોદરામાં રહેતો હોઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. અજય કહારની સામે ખેડા ભરૂચ અને ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા હોવાથી તેને ખેડા પોલીસને હવાલે કરવાની તજવીજ કરવામાં આવી છે.

Share :

Leave a Comments