- 4.25 લાખ રહીશોને પાણી મોડું અને ઓછા પ્રેશરથી મળવાની શક્યતા
વડોદરા શહેરમાં સિંધરોટથી સોમા તળાવ ચાર રસ્તા સુધી પાણી પહોંચાડવાનો ટ્રાયલ આજથી ત્રણ દિવસ સુધી લેવાશે. જેથી આ વિસ્તારના 4.25 લાખ સ્થાનિક રહીશોને પાણી નિયત સમય કરતા મોડું અને ઓછા પ્રેશરથી મળવાની શક્યતા હોવાનું પાલિકા તંત્રએ જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં સિંધરોટથી સોમા તળાવ ચાર રસ્તા સુધી પાણી પહોંચાડવાનો ટ્રાયલ આજે તા.15 થી તા.17 સુધી ત્રણ દિવસ લેવાશે. આ સમયગાળા દરમિયાન કપુરાઈ ટાંકી, માંજલપુર ટાંકી, નાલંદા ટાંકી, બાપોદ ટાંકી, ગાજરાવાડી ટાંકી તથા તરસાલી ટાંકી અને લાલબાગ ટાંકી સહિત દંતેશ્વર બુસ્ટિંગ સ્ટેશન, મકરપુરા બુસ્ટિંગ સ્ટેશન મહાનગર બુસ્ટર, સોમા તળાવ બુસ્ટર, મકરપુરા એરફોર્સ બુસ્ટરમાં સવારના અને સાંજના ઝોનમાં પાણી વિતરણ નિર્ધારિત સમય કરતા વિલંબથી તેમજ ઓછા પ્રેશરથી થવાની શક્યતા છે. પરિણામે આ વિસ્તારના 4.25 લાખ આને રહીશોને અસર થવાની શક્યતા હોવાનું પાણી પુરવઠા શાખા દ્વારા જણાવાયું છે.