ગોત્રીના શિવ ટેનામેન્ટમાંથી જુગાર રમતા 7 કર્મકાંડી બ્રાહ્મણ ઝડપાયા, રૂા. 6.81 લાખનો મુદ્દામાલ જપ્ત

કર્મકાંડી બ્રાહ્મણો યજ્ઞ માટે ભેગા થયા હતા, ધાર્મિક કાર્ય બાદ જુગાર રમવા બેઠા હતા

MailVadodara.com - 7-ritualistic-Brahmins-caught-gambling-from-Shiv-tenement-in-Gotri-Rs-6-81-lakh-worth-of-goods-seized

- લક્ષ્મીપુરા પોલીસે રોકડા ૮૨,૦૯૦, મોબાઇલ ફોન-૧૧ નંગ, બે વાહન જપ્ત કર્યા

ગોત્રી  રોડ આત્મજ્યોતિ મંદિર સામે શિવ ટેનામેન્ટમાં જુગાર રમતા સાત કર્મકાંડી બ્રાહ્મણને લક્ષ્મીપુરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે  જુગારધારા હેઠળ કેસ નોંધી ૬.૮૧ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.


લક્ષ્મીપુરા પોલીસને માહિતી મળી  હતી કે, ગોત્રી  રોડ પર આવેલા આત્મજ્યોતિ મંદિરની સામે શિવ ટેનામેન્ટમાં રહેતા કાંતિલાલ રતિલાલ દવે પોતાના ઘરે બહારથી લોકોને બોલાવી જુગાર રમાડી રહ્યા છે. જેથી, પી.આઇ. એમ.ડી. ચૌધરીની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને  રેડ કરતા કાંતિલાલ દવે સહિત સાત ઝડપાયા હતા. પકડાયેલા જુગારીઓમાં કાંતિલાલ દવે, જીતેન્દ્ર દિનકરરાય જાની, ઉ.વ.૩૫  (રહે. સૌરભ બંગ્લોઝ, બોરસદ ચોકડી પાસે, આણંદ), કનૈયાલાલ જ્યંતિલાલ જાની, ઉ.વ.૩૫ (રહે. જલારામ નગર, મધર્સ સ્કૂલની બાજુમાં, વડોદરા), નરેશ હરગોવિંદભાઇ જાની, ઉ.વ.૪૬ (રહે. દેવકૃપા સોસાયટી, ડી માર્ટની પાછળ, નવા નરોડા, અમદાવાદ), ધિરજલાલ ઉર્ફે ધીરૂેભાઇ મૂળજીભાઇ જાની, ઉ.વ.૬૨ (રહે. ચામુંડા નગર, ગોત્રી રોડ), પિન્ટુ પ્રતાપભાઇ જાની, ઉ.વ.૩૨ (રહે. યુનાઇટેડ સ્કાય ડેલ, હાથીજણ, અમદાવાદ) તથા યોગેશ અનભાઇ જાની, ઉ.વ.૬૦ (રહે. અંબા દર્શન સોસાયટી, બોરીવલી, ઇસ્ટ મુંબઇ)નો સમાવેશ થાય છે. પોલીસે તેઓ પાસેથી રોકડા ૮૨,૦૯૦, મોબાઇલ ફોન - ૧૧ નંગ, બે વાહન મળી કુલ રૂપિયા ૬.૮૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


પોલીસે જણાવ્યું હતું કે, તમામ કર્મકાંડી એક યજ્ઞ માટે ભેગા થયા હતા. અને ધાર્મિક કાર્ય પૂરું કર્યા પછી તેઓ જુગાર રમવા બેઠા  હતા. તે  જાણીને અમને પણ આશ્ચર્ય થયું હતું.

Share :

Leave a Comments