વડસર GIDC રોડ પર આવેલી સોસાયટીમાં મિત્રોને બોલાવી જુગાર રમાડતા સંચાલક સહિત 7 ઝડપાયાં

માંજલપુર પોલીસે બાતમી આધારે આનંદ નગર-1 સોસાયટીમાં દરોડો પાડ્યો

MailVadodara.com - 7-including-manager-arrested-for-gambling-by-calling-friends-in-society-on-GIDC-Road-Vadsar

- માંજલપુર પોલીસે રોકડા 77 હજાર, 7 નંગ મોબાઈલ એક કાર અનેક ટુ-વ્હીલર મળી કુલ રૂપિયા 8.06 લાખનો મુદ્દા માલ કબજે કર્યો

શહેર નજીક વડસર જીઆઇડીસી રોડ પર આવેલી આનંદ નગર-1 સોસાયટીમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને સાત જુગારીઓને ઝડપી પાડી રૂપિયા 8 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

માંજલપુર પોલીસની માહિતી મળી હતી કે, વડસર જીઆઇડીસી રોડ આણંદ નગર-1 માં રહેતો જીતેન્દ્ર મિસ્ત્રી પોતાના મિત્રોને બહારથી બોલાવી જુગાર રમાડે છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને રેડ કરતા સાત જુગારીઓ ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી જીતેન્દ્ર બાબુભાઈ મિસ્ત્રી (રહે. આનંદ નગર-એક, જીઆઇડીસી, વડસર રોડ), કેતન બાબુભાઈ મિસ્ત્રી (રહે. ભૈરવ નગર, અલવા નાકા, શાક માર્કેટ પાસે, માંજલપુર), સંજય મીઠાભાઈ પટેલ (રહે. સર્વમ હાઈટ, વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે, માંજલપુર), પરિમલ ડાયાભાઈ શાહ (રહે. તુલસી ટાઉનશીપ, વડસર, જીઆઇડીસી રોડ), જીગ્નેશ રમેશભાઈ પટેલ (રહે. શરદ નગર, તરસાલી), હિતેશ પરસોત્તમદાસ પંચાલ (રહે. ચિરાયુ નગર સોસાયટી, દંતેશ્વર), જુબિન ભદ્રેશભાઈ શાહ (રહે. પંચજન્ય સોસાયટી, જાંબુવા રોડ)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૂપિયા 77,770 રોકડા, સાત મોબાઈલ એક બાઈક અને કાર મળી કુલ રૂપિયા 8.06 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Share :

Leave a Comments