ઓનલાઇન રેટિંગની જોબમાં વધુ વળતરની લાલચ આપી 49.34 લાખ પડાવનાર મુંબઇના 2 ઝડપાયા

ફરિયાદીએ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

MailVadodara.com - 2-arrested-from-Mumbai-for-extorting-Rs-49-34-lakh-by-offering-higher-compensation-in-online-rating-job

- પોલીસે આરોપીઓ પાસેથી 7 ચેક બુક, 3 મોબાઇલ, 6 પાસબુક, 11 સ્ટેમ્પ તેમજ 2 સ્ટેમ્પ પેડ, 4 ડેબિડ કાર્ડ અને બીજા કંપનીના ડોક્યુમેન્ટ પણ જપ્ત કર્યાં

વડોદરા ક્રાઇમ બ્રાંચે ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને છેતરપિંડી કરતી ગેંગના 2 સભ્યોની મુંબઇથી ધરપકડ કરી છે. આ શખસોએ ફરિયાદીને ઓનલાઇન રેટિગની જાેબ આપી વધુ રિટર્ન આપવાની લાલચ આપીને 49.34 લાખ રૂપિયા પડાવ્યા અને તે રૂપિયા પરત ન મળતા ફરિયાદીએ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વડોદરા શહેરમાં રહેતા પ્રતિક પંકજભાઇ પટેલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, અલગ-અલગ બેંક એકાઉન્ટમાં રોકાણ કરવાના બહાને વેબસાઇટ પર ઓનલાઇન રેટિંગની જોબ આપવાનું જણાવીને વળતર આપવાના બહાને ઇન્વેસ્ટમેન્ટની વેબસાઇટમાં કુલ 49 લાખ, 34 હજાર, 880 રૂપિયા ભેજાબાજોએ મારી પાસે ભરાવડાવ્યા હતા અને 80 લાખ, 52 હજાર, 682 રૂપિયાનું વળતર આપવાનની લાલચ આપી હતી. આ શખસોએ ફ્રોડ એકાઉન્ટ ખોલાવડાવીને પૈસા ટ્રાન્સફર કરાવડાવ્યા હતા અને પછી મારા રૂપિયા પરત આપ્યા નહોતા. જેથી મેં આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


વડોદરા સાયબર ક્રાઇમે રાહુલ અજીત સહા (ઉ.32), (હાલ રહે. શ્રીરામ એવ્યુ, ફલ્ટે નં-208, કાકાજીની વાડી, પનવેલ, નવી મુંબઇ, મૂળ રહે. મોહદીનગર ગામ, થાના મહોલ્લા, મીજાહીતપુર, જિ. ભાગલપુર), (અભ્યાસ 10 પાસ) અને રાજ છઠ્ઠીલા વર્મા (ઉ.35), (હાલ રહે. ઇ-05, 801, કેદાર સી.એચ.એસ. સેક્ટર-21, પનવેલ, રાયગઢ પંચદાસ સિટી, મહારાષ્ટ્ર, મૂળ રહે. રીવા ગામ, શશી મેડિકલ સ્ટોર પાસે, મોહગંજ, મધ્યપ્રદેશ) (અભ્યાસ 9 પાસ)ને વડોદરા સાયબર ક્રાઇમે મુંબઇથી ઝડપી પાડ્યા છે અને બંનેની પૂછપરછ શરૂ કરી છે.  જેમાં જાણવા મું હતું કે, રાજ છઠ્ઠીલાલ વર્માએ શુભમ ટ્રેડિંગ નામનું એકાઉન્ટ ખોલાવેલું હતું અને તે બેંક એકાઉન્ટની કીટ રાહુ સહાને આપી દીધી હતી. તે આ એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવતો હતો. જેના માટે તેને કમિશન લીધુ હતું. હાલ અન્ય કેટલા એકાઉન્ટ ખોલ્યા છે, તે દિશામાં તપાસ ચાલુ છે. આ ઉપરાંત પકડાયેલો બીજાે આરોપી રાહુલ સહા એજન્ટ તરીકે કામ કરતો હતો. રાજ વર્માનું શુભમ એન્ટરપ્રાઇઝના નામનું એકાઉન્ટ ખોલાવી તેની કીટ, મોબાઇલ નંબર સાથે આપી દીધી હતી અને તેના બદલામાં સારુ કમિશન પણ લેતો હતો અને રાજને પણ આપતો હતો. તે રાજ જેવા અન્ય કેટલા લોકો પાસેથી બેંક ખાતાઓ ખોલીને આગળ મોકલતો હતો. તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. 

પોલીસે આરોપીઓ પાસેથી 7 ચેક બુક, 3 મોબાઇલ, 6 પાસબુક, 11 સ્ટેમ્પ તેમજ 2 સ્ટેમ્પ પેડ, 4 ડેબિડ કાર્ડ અને બીજા કંપનીના ડોક્યુમેન્ટ પણ જપ્ત કર્યાં છે.

Share :

Leave a Comments