વડોદરામાં આવતીકલે ભગવાન નરસિંહજીના વરઘોડાને લઈ 18 રસ્તાઓને ડાયવર્ટ કરાયા

શહેર પોલીસ કમિશનર દ્વારા આ અંગેનું જાહેરનામું જાહેર કરવામા આવ્યું

MailVadodara.com - 18-roads-have-been-diverted-in-Vadodara-tomorrow-for-Lord-Narsinghjis-chariot

- આવતીકાલે ભગવાનશ્રી નરસિંહજી તુલસી વિવાહ લગ્નનો વરઘોડો નરસિંહજીની પોળમાં આવેલ ભગવાનશ્રી નરસિંહજી મંદિરથી બપોરે 3 કલાકે નીકળશે

- નરસિંહજીના વરઘોડાને લઈ તા. 15ના રોજ બપોરે કલાક 1 વાગ્યાથી તા.16ના રોજ સવારના કલાક 5 વાગ્યા સુધી અથવા વરઘોડો પૂર્ણ થતાં સુધી જાહેરનામું અમલમાં રહેશે

આવતીકાલે ભગવાનશ્રી નરસિંહજી તુલસી વિવાહ લગ્નનો વરઘોડો નરસિંહજીની પોળમાં આવેલ ભગવાનશ્રી નરસિંહજી મંદિરથી બપોરે 3 કલાકે નીકળશે. આ વરઘોડો તુલસીવાડીમાં આવેલ તુલસી મંદિર જશે. જેને લઇ શહેરના કેટલાંક રોડ રસ્તાને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આ અંગેનું જાહેરનામું શહેર પોલીસ કમિશનર દ્વાર જાહેર કરવામા આવ્યુ છે. ભગવાનશ્રી નરસિંહજીના તુલસીજી સાથે લગ્નવિધી પૂર્ણ કરી બાદ ખુલ્લા ટેમ્પામાં પાલખી પધરાવી મોડી રાત્રીના નીકળી તેજ રૂટ ઉપરથી તા. 16/11/2024 ના કલાક 5 વાગે પરત નરસિંહજીની પોળમાં આવેલ ભગવાનશ્રી નરસિંહજીના મંદિરે આવશે.

વરઘોડાનો રૂટ ભગવાનશ્રી નરસિંહજી તુલસી વિવાહ લગ્નનો વરઘોડો માંડવી, નરસિંહજીની પોળમાં આવેલ ભગવાનશ્રી નરસિંહજી મંદિરથી નિકળી, એમ.જી રોડ, માંડવી દરવાજાની વચ્ચેની કમાનમાંથી પસાર થઇ, વિઠ્ઠલજી મંદિર આવી પૂજા વિધિ બાદ ખુલ્લા ટેમ્પામાં પાલખી પધરાવી ચાંપાનેર દરવાજા, અડાણીયા પુલ ચાર રસ્તા,ફતેપુરા ચાર રસ્તા,કુંભારવાડા નાકા, મંગલેશ્વર ઝાંપા સામે થઇ. તુલસીવાડીમાં આવેલ તુલસી મંદિરે જશે. જયાં ભગવાનશ્રી નરસિંહજીના તુલસીજી સાથે લગ્નવિધિ પૂર્ણ થયા બાદ ખુલ્લા ટેમ્પામાં પાલખી પધરાવી મોડીરાત્રે નીકળી, તેજ રૂટ ઉપરથી નરસિંહજીની પોળમાં આવેલ ભગવાનશ્રી નરસિંહજીના મંદિરે આવશે.

આ કાર્યક્રમને લઈ જાહેર જનતાને અગવડ ન પડે અને ટ્રાફિક સુચારૂ ચાલે તે હેતુથી નો-પાર્કીંગ, વૈકલ્પિક વ્યવસ્થા, એકસેસ પોઇન્ટ અંગે શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. 15/11/2024 બપોરના કલાક 1થી 16/11/2024 સવારના કલાક 5 વાગ્યા સુધી અથવા ભગવાનશ્રી નરસિંહજીનો વરઘોડો પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામા આવ્યુ છે. જ્યા સુઘી ભગવાનશ્રી નરસિંહજીનો વરઘોડો પૂર્ણ ન થાય ત્યાં સુધી લહેરીપુરા દરવાજાથી માંડવી, બેંક રોડ, ચાંપાનેર દરવાજા થઈ, અડાણીયાપુલ ચાર રસ્તા, ફતેપુરા ચાર રસ્તા, કુંભારવાડા પોલીસ સ્ટેશન ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળી, તુલસીવાડી મંદિર ત્રણ રસ્તા સુધીના રોડની બન્ને સાઈડે તમામ પ્રકારના વાહનો માટે નો-પાર્કીંગ ઝોન જાહેર કરવામાં આવે છે.

એકસેસ પોઇન્ટ અંગે માહિતી અડાણીયાપુલ ચાર રસ્તા, પાણીગેટ દરવાજાથી અજબડીમીલ, સરસીયા તળાવરોડ થઇ, અડાણીયાપુલ ચાર રસ્તા થઇ, ભકિત સર્કલ થઇ, જે તે તરફ જતાં વાહનોને અડાણીયાપુલ ચાર રસ્તા ફકત એકસેસ (રોડ ક્રોસ) આપવામાં આવેલ છે. (ભગવાનશ્રી નરસિંહજીના વરઘોડાના રૂટ ઉપર જઇ શકાશે નહીં)

કારેલીબાગથી ભુતડીઝાંપા થઇ, ફતેપુરા ચાર રસ્તા થઇ વારસીયા થઇ, જે તે તરફ જતાં વાહનોને ફતેપુરા ચાર રસ્તા ફક્ત એકસેસ (રોડ ક્રોસ) આપવામાં આવેલ છે. (ભગવાનશ્રી નરસિંહજીના વરઘોડાના રૂટ ઉપર જઇ શકાશે નહીં)

ઉપરોકત બન્ને એકસેસ પોઇન્ટ ઉપર જરૂરીયાત મુજબ રતો ચાલુ બંધ કરવામાં આવશે. આ સાથે આ રૂટ ઉપરની ગલીઓમાંથી આવતાં વાહનો વરઘોડાના રૂટ ઉપર અવર-જવર કરી શકશે નહીં. માત્ર ઇમરજન્સી અને પોલીસના વાહનનો જઇ શકશે.

Share :

Leave a Comments