- 17 રેલવે કર્મચારીઓને પ્રમાણપત્રો અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા, મંડળ રેલ પ્રબંધકે કહ્યું, અમને આ રેલવે કર્મચારીઓ પર ગર્વ છે
વેસ્ટર્ન રેલવેના વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર જિતેન્દ્ર સિંહે ડિવિઝનના સત્તર રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન ઓપરેશનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા. આ રેલવે કર્મચારીઓને ફરજ દરમિયાન તેમની સતર્કતા અને તકેદારીના કારણે અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં તેમના યોગદાન બદલ પ્રમાણપત્રો અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તમામ કર્મચારીઓએ રેલવે સુરક્ષામાં કોઈપણ ખામી માલૂમ પડતાં તરત જ યોગ્ય પગલાં લઈને અણધારી ઘટનાઓ અને સંભવિત નુકસાનથી બચાવ કર્યો છે. મંડળ રેલ પ્રબંધક જિતેન્દ્ર સિંહે આ સતર્ક સંરક્ષા વૈલ પ્રહરીને પ્રોત્સાહિત કર્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે, મુસાફરોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જ્યારે રેલવે કર્મચારીઓ તેમની ફરજ દરમિયાન સતર્કતા અને તકેદારી સાથે કામ કરે છે, ત્યારે તે અમને સુરક્ષિત ટ્રેન સંચાલનમાં મદદરૂપ થાય છે. અમને આ રેલવે કર્મચારીઓ પર ગર્વ છે.
વડોદરા ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સેફટી ઓફિસર રાજકુમાર અંબીગરે જણાવ્યું હતું કે, સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ રવિ ભૂષણ, ટ્રેન મેનેજર એ.જે.વાઘેલા, દીપેન્દ્રસિંહ રાઠોડ, પોઈન્ટ્સમેન અક્ષય પટેલ, રૂપરામ, ગેટમેન જીતેશ મીના, અંકિત ભોઈ, મનોજ વસાવા, શજેવા કુમાર, T.C.M.મનોજ કુમાર ત્રિવેદી, વિષ્ણુ કુમાર કે., ટ્રોલીમેન રાહુલ કુમાર, ટ્રેક મેઈન્ટેનર દિલીપ કુમાર, જે.ઈ. (PV) નિકુંજ સોલંકી મદદનીશ સબ ઇન્સ્પેક્ટર/આર.પી.એફ. ઈમરાન મન્સુરી, કોન્સ્ટેબલ/આર.પી.એફ. દેવનારાયણ મીના, સિનિયર ટેકનિશિયન, કે એન્ડ ડબલ્યુ, ભૂપિન એમ.વસાવાને પ્રમાણપત્ર અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.