બિપરજાેયના કારણે ઓખા, જામનગર,વેરાવળ, રાજકોટ, પોરબંદરને જોડતી ૧૫૦ ટ્રેનોને અસર

95 ટ્રેનો રદ્દ કરાઇ, 56 ટ્રેનો રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર રોકી દેવાઇ

MailVadodara.com - 150-trains-connecting-Okha-Jamnagar-Veraval-Rajkot-Porbandar-affected-due-to-Biparjay

છેલ્લા કેટલાક દિવસથી ગાજી રહેલું વાવાઝોડું `બિપરજોય' આખરે ગુજરાતમાં કચ્છના દરિયાકાંઠે ત્રાટકવાની તૈયારીમાં છે ત્યારે સાવચેતીના પગલારૂપે પશ્ચિમ રેલવે દ્વારા કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ કરાઇ છે. 

ખાસ કરીને ઓખા, જામનગર, વેરાવળ, રાજકોટ, પોરબંદરને જોડતી  ટ્રેનો ૧૨ થી ૧૭ જુન વચ્ચે કેન્સલ અથવા શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આજે ગાંધીધામ, વેરાવળ, ઓખા, પોરબંદર તરફ જતી ૫૬ ટ્રેનોને અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. જ્યારે ૧૩ થી ૧૫ તારીખ વચ્ચે આ રૂટની ૯૫ ટ્રેનોને કેન્સલ કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી રેલવેની વેબસાઇટ અને રેલવે સ્ટેશનો ઉપર મુકવામાં આવી છે. કેન્સલ ટ્રેનોના મુસાફરોની રિફન્ડ આપવાની કાર્યવાહીનો પણ રેલવે દ્વારા પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુડ્ઝ ટ્રેનોને પણ આ સમયગાળા દરમિયાન ધીમી ગતીએ ચલાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

Share :

Leave a Comments