વડોદરા સેન્ટ્રલ જેલના ૧૫ કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે

સેન્ટ્રલ જેલમાં જ સ્પેશિયલ ક્લાસ રૂમ તૈયાર કરાશે

MailVadodara.com - 15-inmates-of-Vadodara-Central-Jail-will-give-the-board-exam

આગામી ૧૪મી તારીખથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં વડોદરા સેન્ટ્રલ જેલના ૧૫ કેદીઓ પરીક્ષા આપનાર છે. તેઓની માટે જેલમાં જ પરીક્ષા માટે ક્લાસ રૂમ તૈયાર કરાશે.

ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની આગામી તા.૧૪મીથી શરૂ થશે.  શહેર જિલ્લામાં ધો.૧૦ ની પરીક્ષા ૪૭,૮૪૫  તથા ધો.૧૨ માં ૩૦,૪૯૪  વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં કાચા અને પાકા કામના કુલ ૧૫ કેદીઓ પરીક્ષા આપનાર છે. જે પૈકી ધો.૧૦ ના ૯  એ ધો.૧૨ના ૬ કેદીઓ છે. તેઓની માટે જેલમાં જ ખાસ ક્લાસ રૂમ તૈયાર કરવામાં આવશે. જેમાં સીસીટીવી કેમેરા પણ ફિટ કરાશે. આ ક્લાસ રૂમમાં વડોદરા ઉપરાંત ગોધરા, રાજપીપળા, દાહોદ, છોટાઉદેપુર તથા નડિયાદની જેલના કેદીઓ પણ પરીક્ષા આપશે.

Share :

Leave a Comments