શહેરના મકરપુરા વિસ્તારમાં સાંઇદર્શન સોસાયટીમાં રહેતો પરિવાર વહેલી સવારે પુત્રને ડાયાલિસિસ કરાવવા માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારે તસ્કરો તેમના બંધ મકાનમાં ઘૂસી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂપિયા 1.82 લાખની મતાની ચોરી ફરાર થઈ ગયા હતા. મકરપુરા પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી સાંઈદર્શન સોસાયટીમાં રહેતા પ્રફુલભાઇ રામજીભાઈ મકવાણાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, હું મોબ્ાાઇલ એસેસરીઝની દુકાનમાં નોકરી કરું છું. ગત તા.20 જાન્યુઆરીના રોજ મારો દીકરાની બ્ાંને કીડની ફેઇલ હોય અમે ડાયાલીસીસ કરાવવા માટે વહેલી સવારે 4 વાગ્યાના સુમારે મકાનને લોક મારી પારુલ સેવા આશ્રમ ખાતે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ અમારા મકાનને નિશાન બ્ાનાવ્યું હતું. અને સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. હોસ્પિટલમાંથી મારા દીકરાનું ડાયાલીસીસનું કામ પતાવી પરત અમારા ધરે આવ્યાં હતા ત્યારે મકાનના દરવાજાની જારી ખુલ્લી અને લોક નીચે પડેલી હતું. જેથી ઘરમાં જઈ તપાસ કરતા લોખંડની તીજોરી તુટેલી હાલતમાં હતી અને તમામ સામાન વેર-વિખેર હાલતમાં પડેલો હતો. જ્યારે તિજોરીમાં મુકેલા સોના-ચાંદીના, દાગીના તથા રોકડા 5 હજાર મળી 1.82 લાખની મત્તાની ચોરી થઈ હોવાની જાણ થઈ હતું. પોલીસે તેમની ફરિયાદના આધારે તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.