બેન્કમાં સીઝ કરેલા 19 વાહનો આપવાનું કહી 1.30 કરોડની ઠગાઈ, 2 સામે ફરિયાદ

ઠગે બેંક અધિકારીઓના ખોટા અંગ્રેજીમાં ટાઇપ કરેલા કાગળો તૈયાર કર્યાં હતા

MailVadodara.com - 1-30-crore-fraud-by-asking-to-give-19-seized-vehicles-in-the-bank-complaint-against-2

વડોદરાના અલકાપુરી બીપીસી રોડ પર આવેલ લક્ષ્મી કોલોનીમાં રહેતા મનિષકુમાર મિસ્ત્રીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી ઝવિવુદ્દીન ઉર્ફે ઝાવેદભાઇ ઉર્ફે કાળુભાઇ બાબુભાઇ શેખ (રહે. રોયલ અકબર, તાંદલજા, વડોદરા), સિદ્દિક અબ્દુલહમીદ મલેક (રહે. સુબેદાર ચેમ્બર્સ, અકોટા, વડોદરા)એ મને જણાવ્યું હતું કે, અમારા બેંકોના અધિકારીઓ સાથે સારા સંબંધો હોવાથી બેંકોમાં સીઝ કરેલ (ખેંચી લાવેલ) 19 વાહનો તમને આપીશું. જેથી મેં 2019થી અલગ-અલગ તારીખોએ કુલ 1.30 કરોડ રૂપિયા મેં તેઓને આપ્યા હતા. જો કે, તેઓએ મને વાહનો આપ્યા નથી. મેં તેઓને પુછ્યું હતું કે, રૂપિયા તમે કોને ચુકવ્યા છે? તો તેઓએ બેંક અધિકારીઓના ખોટા અંગ્રેજીમાં ટાઇપ કરેલા કાગળો તૈયાર કર્યાં હતા અને મને આપ્યા હતા અને કાગળોના ખોટી સહીઓ કરીને છેતરપિંડી આચરી હતી. આ મામલે બંને આરોપી સામે મેં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વડોદરાના મકરપુરા રોડ પર આવેલી સોનાપાર્ક સોસાયટીમાં રહેતા સુમિત્રાબેન રાવળે માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, આણંદના ભાળેલની કાકાની ખડકીમાં રહેતા આરોપી કમલેશ રમણભાઇ પટેલે મારી કાર હ્યુન્ડઇ આઇ-20 સ્પોર્ટસ નોટરાઇઝ કરીને વેચાણ કરાર કર્યો હતો અને 1.21 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. કારની લોનના બાકીના હપ્તા 15 જાન્યુઆરી-2024 સુધી એટલે કે જ્યાં સુધી કમલેશભાઇના નામે કાર ન થાય ત્યાં સુધી દર મહિને હપ્તા આપવાનો ભરોસો આપ્યો હતો. જો કે, કાર લઇ ગયા બાદ 2 મહિના સુધી હપ્તા ભર્યા હતા. ત્યારબાદ 6 હપ્તા ભર્યા નહોતા અને કાર પણ પરત આપી નથી. જેથી આ મામલે આરોપી કમલેશ રમણભાઇ પટેલ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments