ગોરવામાં હાઉસિંગ બોર્ડના બંધ મકાનમાંથી દાગીના-રોકડ સહિત 1.22 લાખની ચોરી

હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા માતા પુત્રના ઘરે ગયા હતા

MailVadodara.com - 1-22-lakh-including-jewelery-and-cash-stolen-from-a-closed-housing-board-house-in-Gorwa

વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા  માતા પુત્રના ઘરે ગયા હતા. તે દરમિયાન તેમના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના છતાં રોકડ રકમ મળી 1.22 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેથી મહિલાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

ગોરવા વિસ્તારમાં આવેલા નાલંદા પાર્ક જુના હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા  નુરજહાબીબી ઇબ્રાહીમ શેખે ફરીયાદ નોંધાઈ છે કે હું ઘરકામ કરી મારૂ જીવન ગુજરાન ચલાવુ છુ. મારા પિતા ઇબ્રાહીમભાઇ અવસાન થયું હતું. 21 જાન્યુઆરીના રોજ હુ મારુ મકાન બંધ કરીને મારા દિકરા મોહમંદસાદીકના ઘરે ગઈ હતી. પરંતુ મોડું થઈ જતાં  દિકરાના ઘરે સુઇ ગઇ હતી.બીજા દિવસે અમારા મકાનની સામે રહેતા મેહમુદમીયા દાદાભાઇ શેખએ વહેલી સવારે  મારા મોબાઇલ ઉપર ફોન કરી મને જણાવ્યું હતું કે, તમારા મકાનનો દરવાજો ખુલ્લો છે અને મકાનનું તાડુ તુટેલી હાલતમાં પડેલુ છે. જેથી ઘરમાં ચોરી થઈ હોય તેવુ લાગે છે. જેથી હુ મારા દિકરા મોહમંદસાદીક સાથે તેના ઘરેથી મારા ઘરે આવીને જોતા મકાનનો લોખંડનો દરવાજાનો નકુચો તુટેલ હતો. જેથી અમે મારા ઘરમાં જઈને તપાસ કરતા બેઠક રૂમમાં  બન્ને તિજોરીમાં મૂકેલી સામાન વેર વિખેર હાલતમાં પડેલો હતો અને મારી દિકરી આયશાના સોનાના દર દાગીના તથા રોકડ રૂપિયાની તપાસ કરતા જણાયા ન હતા. આમ તસ્કરો તિજોરીમાં સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા 17 હજાર મળી 1.22 લાખ મતાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.

Share :

Leave a Comments