વાડી વિસ્તારના માળી મહોલ્લાંના મકાનમાંથી ચાંદીના વાસણો મળી 1.20 લાખની મત્તા ચોરાઇ

મહાદેવ તળાવ પાસેના માળી મોહલ્લામાં રહેતા મકાન માલિક ઓસ્ટ્રેલિયા ગયા હતા

MailVadodara.com - 1-20-lakh-worth-of-silverware-was-found-stolen-from-the-house-of-Mali-Mohalla-in-Wadi-area

- પોલીસે મકાન માલિકને ત્યાં ડ્રાઇવરની નોકરી કરતા રાકેશ દાભાડેની ફરિયાદના આધારે તસ્કરોનું પગેરૂ મેળવવાની તજવીજ હાથ ધરી 

વડોદરાના વાડી મહાદેવ તળાવ પાસે માળી મોહલ્લામાં રહેતા મકાન માલિક ઓસ્ટ્રેલિયા ગયા હતા. ત્યારે તેમના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. ચોરોએ મકાનનો સામાન વેર-વિખેર કરી ચાંદીના વાસણો મળી 1.20 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. શેઠને ત્યાં નોકરી કરતા ડ્રાઈવરે ચોરીની ફરિયાદ નોંધાવી છે.

શહેરના વાડી વિસ્તારમાં મહાદેવ તળાવ પાસે માળી મહોલ્લામાં રહેતા રાકેશ કિશવરાવ દાભાડ છેલ્લા આઠ વર્ષથી ડ્રાઇવર તરીકે નોકરી કરુ છું. તેઓએ ફરિયાદ નોંધાવી છે કે, પાંચેક માસ પહેલા મારા શેઠ પ્રેમનારાયણ નંદકિશોર શર્મા ઓસ્ટ્રેલિયા ગયા હતા. ત્યારે મને ચાર પાંચ દીવસે મકાન ઉપર ચક્કર મારી ગાડી સાફ કરવા માટે જણાવ્યું હતું. જેથી હું 19 જાન્યુઆરીના રોજ હું મકાન ઉપર આવેલ અને કમ્પાઉન્ડમાં અમારા શેઠના મકાનના દરવાજા ચેક કરતા  સલામત હતા. તે દરમિયાન રાત્રિના સમયે તસ્કરોએ તેમના મકાનમાં ત્રાટક્યા હતા અને ચાંદીના વાસણો લઈને રફુચક્કર થઈ ગયા હતા. સોમવારે હું મારા ઘરે હાજર હતો. તે વખતે સવારના મારા શેઠનો ફોન આવ્યો હતો અને મને જણાવેલ મારા મકાનના કમ્પાઉન્ડના વોલનો ગેટ તથા રસોડા તરફનો દરવાજાની આગળ લગાળેલી જાળી ખુલ્લી છે. જેથી હું તાત્કાલીક ચેક જતા લોખંડની જાળીને મારેલું લોક નકુચા અને અંદરના દરવાજાનુ લોક પણ તુટેલું હતું. જેથી મે મકાનમાં જઇ તપાસ કરતા રસોડાની બાજુમાં આવેલ રૂમમાં પુર્વ દિવાલ નજીક ગોઠવેલ ફ્રીજ ઉપર મુકેલ ડી.વી.આર. તુટેલું હતું. તેમજ તે રૂમમાં મુકેલા સોકેસમાં રાખેલા ચાંદીના વાસણો મળી રૂપિયા 1.20 લાખની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. પોલીસે રાકેશ કિશવરાવ દાભાડેની ફરિયાદના આધારે તસ્કરોનું પગેરૂ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Share :

Leave a Comments