વડોદરા શહેરના કારેલીબાગ સ્થિત કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ નજીક ઝાડ પરથી સાત ફુટની ધામણ ને રેસ્ક્યુ કરવામાં આવી હતી.
કારેલીબાગમાં આવેલા કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ નજીક ઉમડીના ઝાડ પર સાત ફૂટ લાંબી ધામણ દેખાતા લોકોમાં ભય વ્યાપ્યો હતો. સ્થાનિક લોકોએ પ્રાણી દયાની સંસ્થા ચલાવતા નેહાબેનની ટીમ ને જાણ કરી હતી. નેહાબેનની ટીમના સંજયભાઈ, આકાશ ડાભી અને જીજ્ઞેશભાઈ સ્થળ પર દોડી આવ્યા હતા. આ દરમ્યાન છાપરા પર ચઢી સીડી મુકી સાત ફુટ લાંબી ધામણ ને રેસ્ક્યુ કરવામાં આવી હતી. ઝાડની ડાળીની બખોલમાં પોપટના બચ્ચા હતા. ધામણ ને રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવી હતી.