વડોદરાના તરસાલી-સુસેન રોડ પર આવેલી સોસાયટીના મંદિરને તસ્કરોએ નિશાને બનાવ્યું હતું. તાળું તોડી તસ્કર મંદિરમાં પ્રવેશ્યા અને દાનપેટીને તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, દાન પેટી ન તૂટતા ચોરી થતા રહી ગઈ હતી. સવારે પૂજારી પૂજા કરવા માટે આવતા ચોરીનો પ્રયાસ થયો હોવાનું માલુમ પડ્યું હતું. જેની મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વડોદરા શહેરના તરસાલી-સુસેન રોડ પર આવેલી મોતીનગર-2 રહેતા ગુણવંતભાઇ વાલજીભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવી છે કે, ગત 2 માર્ચના રોજ અમારી સોસાયટીના નાકા પર આવેલા સાંઈબાબા મંદિરના પૂજારી ધાવીક પંડયા રાત્રીના સાડા આઠ વાગ્યાના સુમારે મંદિર બંધ કરી ઘરે ગયા હતા. ત્યારબાદ ત્રણ માર્ચના રોજ વહેલી સવારના છ વાગ્યાના સુમારે પૂજારી ધાવીક પંડયા પૂજા કરવા મંદિરે ગયા હતા, તે વખતે મંદિરમાં આગળનો દરવાજાનો લોક તૂટ્યો હતો.
પૂજારીએ અમને ફોન કરી બોલાવતા અમે તરત જ સાઈબાબા મંદિરે દોડી ગયા હતા ત્યારે મંદિરમાં જઈને જોઈને તપાસ કરી હતી. અમારા સાંઈબાબાના મંદિર કે જે ધાર્મીક સ્થાન હોય તેમા કોઈ અજાણ્યા ચોર ઇસમે મંદિરના બહારના ભાગે આવેલા લાકડાના દરવાજાનો નકુચો તોડી એની પાછળ આવેલ લોખંડની ગ્રીલ જાળી તોડી મંદીરમા રાખેલી દાનપેટી ચોરી કરવાના ઇરાદે તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, દાનપેટી તુટેલ ન હોય જેથી ચોરી થતા રહી ગઈ હતી. જેથી મકરપુરા પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.