- સંકલ્પભૂમિ ખાતે સંવિધાન પોથીને પુષ્પો અર્પણ કરી સંવિધાન અંગેના શપથ લીધા
- આજે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા MSUની ફાઈન આર્ટસ ફેકલ્ટી ખાતેથી સંકલ્પભૂમિ સુધી સંવિધાન પોથી ગૌરવ પદયાત્રા યોજાઇ હતી
ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા વડોદરા મહાનગર દ્વારા રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે વિશ્વનું સૌથી લાબું લખાયેલું સંવિધાન એટલે ભારતના સંવિધાન ની પોથી વિશ્વવિખ્યાત એમ.એસ યુનિવર્સિટી ની ફાઈન આર્ટસ ફેકલ્ટી ખાતેથી સંવિધાન પોથીની પદયાત્રા નીકળી વડોદરાના કમાટીબાગ ખાતે આવેલ સંકલ્પ ભૂમિ ખાતે પૂર્ણ થઈ હતી. ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા બંધારણની પોથી હાથમાં રાખી પદયાત્રાનું શરૂ કરી હતી.
દર વર્ષે 26 નવેમ્બરે, રાષ્ટ્રીય બંધારણ દિવસ ઉજવવામાં આવે છે તે પાછળનું કારણ એમ છે કે 26 નવેમ્બર, 1949નાં રોજ ભારતનું બંધારણ ખરડા સમિતિમાં પસાર કરવામાં આવ્યુ હતું. તેથી આ દિવસને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ભારતીય બંધારણ ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને સંઘને સુરક્ષિત રાખવા માટે દેશને સ્વતંત્ર, બિનસાંપ્રદાયિક સ્વાયત્ત અને પ્રજાસત્તાક ભારતીય નાગરિક તરીકે રચવા માટે અપનાવવામાં આવ્યો હતો. ભારતનું બંધારણ દુનિયાનું સૌથી મોટુ બંધારણ છે.તેં કોઈ પ્રિન્ટ કે ટાઇપ રાઇટર દ્વારા નહીં પણ હાથેથી લખવામાં આવ્યુ હતુ. તેને લખતા 2 વર્ષ 11 મહિના 18 દિવસ થયા હતાં અને તેમાં 284 લોકો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી શહેર વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, અનુસૂચિત જાતિના પ્રમુખ હર્ષદ પરમાર, વડોદરા શહેર મહામંત્રી સત્યન કુલાબકર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નીશિદ દેસાઈ, તેમજ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.