મંડાળા ગામના ખેતરમાં 150 ફૂટ ઊંડા કૂવામાં પડેલા કૂતરાનું જીવના જોખમે રેસ્ક્યૂ કરાયું

કૂવો ખૂબ જ ઊંડો હોવાથી ભારે જેહમત બાદ કૂતરાને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો

MailVadodara.com - A-dog-that-fell-into-a-150-feet-deep-well-in-the-field-of-Mandala-village-was-rescued-at-risk-of-life

- ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ શ્વાનને બહાર કાઢી ખેતરમાં છોડી દીધું

વડોદરા શહેર નજીક આવેલા મંડાળા ગામના ખેતરમાં 150 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયેલા શ્વાનનું ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું અને શ્વાનને બહાર કાઢીને ખેતરમાં છોડી દીધું હતું.

વડોદરા શહેરના ડભોઇ નજીક આવેલા મંડાળા ગામમાં 150 ફૂટ ઊંડા કૂવામાં એક કુતરુ પડી ગયો હોવાનો કોલ ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાને મળ્યો હતો. જેથી સંસ્થાની ટીમ મંડાળા ગામ ખાતે પહોંચી ગઈ હતી અને કૂતરાને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. કૂવો ખૂબ જ ઊંડો હોવાથી રેસ્ક્યુ ઓપરેશનમાં ખૂબ જ મુશ્કેલી પડી હતી, પરંતુ મિતેશ પટેલને કુવામાં ઉતારવામાં આવ્યા હતા અને ભારે જેહમત બાદ કૂતરાને રેસ્ક્યુ કરીને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.


ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના પ્રમુખ રાજેશ ભાવસારે જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે વડોદરાથી 22 કિમી દૂર ડભોઈ-વડોદરા રોડ પર આવેલા મંડાળા ગામમાં ખેતરના ખુલ્લા કૂવામાં કૂતરું પડ્યું છે જેવો કોલ મળતા અમારા સહયોગી મિતેશ પટેલ, સંજય તેલંગ અને વિશાલ પરીખ ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. આ કૂવો લગભગ 150થી 200 જેટલો ફૂટ ઊંડો હતો અને તેમાં થોડું ઘણું પાણી પણ હતું, તેથી અમે પહેલા સરખી રીતે ચકાસીને પ્લાનિંગ કરીને મિતેશ પટેલને નીચે ઉતાર્યા હતા.


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારા સ્પેશિયલ સાધનો અને સુરક્ષા ધ્યાનમાં રાખી અમે બચાવ કામગીરી ચાલુ કરી હતી અને લગભગ દોઢ કલાક કૂતરાને કંટ્રોલ કરતા લાગ્યો હતો. સદનસીબે કૂતરાને કોઈપણ જાતની ઈજા થઈ નથી, તેને સાવચેતી પૂર્વક રેસ્ક્યુ કરીને ઉપર લાવ્યા હતા અને બાજુમાં ખેતરમાં સહી સલામત ગામવાસીઓ સામે છોડી દીધુ હતું.

Share :

Leave a Comments