- મહિલાએ નોકરી લાગ્યાનો ઓર્ડર બોગસ હોવાનું માલુમ પડ્યું હતું
- યુવકે વારંવાર રૂપિયા પરત માંગ્યા હોવા છતાં નહીં આપીને મહિલાએ તેમની સાથે છેતરપિંડી આચરી
વડોદરા ગાજરાવાડી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા અને જેલમાં વણાટ વિભાગમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા યુવકને પાડોશમાં રહેતી મહિલાએ હાલમાં પાલિકાના એમપીએચડબલ્યુમાં જગ્યા ખાલી છે. અધિકારીઓ સાથે સંબંધ સારા છે નોકરીનું થઈ જશે. પણ અધિકારીઓને ખવડાવવા માટે રૂપિયા આપવા પડશે તેમ કહ્યું હતું. નોકરીનો ઓર્ડર આપવાના બહાને યુવક પાસેથી રૂપિયા 9.20 લાખ પડાવેલી લીધા હતા પરંતુ કોઈ ઓર્ડર આપ્યો ન હતો. યુવકે વારંવાર રૂપિયા પરત માંગ્યા હોવા છતાં નહીં આપીને મહિલાએ તેમની સાથે છેતરપિંડી આચરી હોય તેઓએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલી વિષ્ણુકુંજ સોસાયટીમાં મેહુલભાઈ જશવંતસિંહ બારીયાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, હું વડોદરા મધ્યસ્થ જેલ ખાતે વણાટ મદદનીશ પધ્ધતીમાં કોન્ટ્રાકટ આધારીત નોકરી કરું છું. ગત મેં મહિનામાં જાગૃતીબેન ચીરાગભાઇ રાઠવા કે જેઓ અમારા પાડોશી થતા હોય તેઓએ મારી પત્નીને ફોન કરી અમારી દુકાન ઉપર મળવા માટે આવ્યા હતા. ત્યારે તેઓએ હાલમાં એમ.પી.એચ.ડબ્લ્યુમાં નોકરીની પોસ્ટ ખાલી છે અને મારા ઉપલા અધિકારીઓ સાથે સંબંધ સારા છે. તમારૂ નોકરીનું થઈ જશે પરંતુ તેઓએ મને રૂપીયા 5 લાખ આપવાનું કહેતા મને તેઓ ઉપર વિશ્વવાસ આવતા મેં તેઓને હા પાડી હતી. મેં જાગૃતીબેનને ફોન કરી બપોરના આશરે સાડા બારેક વાગે દુકાન ઉપર બોલાવી મારી પત્ની તથા મારા કારીગર શૈલેન્દ્રસિંહ બાબુભાઇ પરમાર સામે જાગૃતીબેનને રોકડા રુપીયા 5.50 લાખ આપેલા હતા. ત્યારબાદ બીજા 2.50 લાખની સગવડ કરી રાખજો તેમ કહેતા તેઓને ડી.આર.એમ.ઓફીસની બહાર હાથમાં રોકડા રૂપીયા 1.50 લાખ આપવા તેઓએ જણાવ્યું હતું.
આમ જાગૃતીબેન રાઠવાએ તેમના પુત્રને પાલિકામાં એમ.પી.એચ.ડબ્લયુમાં નોકરી માટે રોકડેથી તથા ઓનલાઇન મળીને રૂ.9.20 લાખ આપી દીધા હતા. તેઓએ તેમને એમપીએચડબલ્યુમાં નોકરી લાગી હોય હોય તેવો ઓર્ડર આપ્યો હતો. તેની ખાતરી કરાવતા પાછળથી એ બોગસ હોવાનું માલુમ પડ્યું હતું. અમે તેમની પાસે વારંવાર રૂપિયા પરત આપી દેવા માટે માંગણી કરતા હોવા છતાં તે મહિલાએ આજદિન સુધી રૂપિયા પરત નહીં આપી અમારી સાથે છેતરપિંડી આચરી છે. મકરપુરા પોલીસે ઠગાઈ કરનાર મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.