રણોલી યાર્ડમાં ટ્રક અનલોડિંગ કરતી વખતે આગ લાગતા નાસભાગ મચી

આગ આબુમાં આવી જતા મોટી દુર્ઘટના થતા રહી ગઈ

MailVadodara.com - A-fire-broke-out-while-unloading-a-truck-in-Ranoli-yard


વડોદરા નજીક આવેલા રણોલી રેલ્વે સ્ટેશન પાસે યાર્ડમાં યુરીયા ભરેલી બેગો અનલોડ કરતી વખતે ટ્રકમાં એકાએક આગ લાગી હતી. જેના કારણે અનલોડ કરતાં માણસો પણ સાઈડમાં હટી ગયા હતા. ફાયર બિગેડે તુરંત સ્થળ પર પહોંચી અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.


રણોલી રેલ્વે સ્ટેશન પાસે યાર્ડમાં ટ્રક લાવી તેમાં યુરિયા ખાતર ભરેલી બેગો અનલોડ કરવામાં આવતું હતું. દરમિયાન એકાએક ટ્રકમાં આગ લાગી હતી. જોત જોતામાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતુ અને ટ્રક આગની લપેટમાં આવી ગઈ હતી.

આગ લાગી હોવાની જાણ ફાયર બિગેડને કરાતા તાત્કાલિક ટીમના જવાનો દોડી આવ્યા હતા અને પાણીનો સતત મારો ચલાવીને ટ્રકમાં લાગેલી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ વધુ ઉગ્ર બનેલી હોય અડધો કલાક બાદ કાબુ મેળવવામાં ફાયર બિગેડની ટીમને સફળતા મળી હતી. જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. 

આગ કયા કારણોસર ટ્રકમાં લાગી હતી તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. બનાવને પગલે સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તબક્કે વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે લાગી હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.

Share :

Leave a Comments