વડોદરા પાલિકા દ્વારા આધારકાર્ડ કાઢી આપવા માટે ગાજરાવાડી, સુભાનપુરા અને કાલુપુરામાં કેન્દ્ર શરૂ

કોર્પોરેશનના ૧૫ વોર્ડ ઓફિસ અને સેન્ટરમાં આધારકાર્ડને લગતી કામગીરી ચાલુ થઈ

MailVadodara.com - Vadodara-Municipality-to-start-Aadhaar-card-issuing-centers-at-Gharrawadi-Subhanpura-and-Kalupura

- બીજા અને ચોથા શનિવારે પણ આધારકાર્ડને લગતી કામગીરી ચાલુ રહેશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી હવે ત્રણ વધુ નવા વોર્ડ નં.૮, ૧૪ અને ૧૬માં આધારકાર્ડ કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યા છે. હવે આધારકાર્ડને લગતી કામગીરી કોર્પોરેશનના કુલ ૧૫ વોર્ડ ઓફિસ અને સેન્ટરમાં ચાલુ થઈ છે. જેથી લોકોને રાહત થશે. જેથી હવે વોર્ડ નં.૩, ૪, ૫, ૬, ૭, ૮, ૧૧, ૧૨, ૧૪, ૧૫, ૧૬, ૧૭ અને ૧૮માં તેમજ સમા સ્પોર્ટસ કોમ્પલેક્સ અને માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે કામગીરી થશે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આધારકાર્ડ કાઢી આપવા માટે ચાર તબક્કા અગાઉ નક્કી કરીને આયોજન હાથ ધર્યું હતું. જેમાં ત્રણ તબક્કાની કામગીરી બાદ ચોથા તબક્કામાં વધુ ત્રણ વોર્ડનો સમાવેશ કર્યો છે. હવે બાકીના ચાર વોર્ડનો ટૂંક સમયમાં સમાવેશ કરાશે.

સામાન્ય રીતે ઓફિસના ચાલુ દિવસ દરમિયાન કાર્ડ કાઢી આપવામાં આવતા હોય છે, પરંતુ નોકરિયાત વર્ગ અથવા તો કોઈ બહારગામ અપડાઉન કરતું હોય તેવા લોકોને તકલીફ ન પડે તે માટે બીજા અને ચોથા શનિવારે સરકારી ઓફિસ બંધ હોવાથી લોકોને તકલીફ ન પડે માટે બીજા અને ચોથા શનિવારે પણ આધારકાર્ડ કાઢી આપવા ઓફિસ ચાલુ રખાય છે. આ સિસ્ટમ બીજે ક્યાંય નથી, માત્ર વડોદરામાં જ ચાલુ કરાતા લોકોને રાહત થઈ છે. વોર્ડ નં.૮ એટલે હાઈટેન્શન રોડ, સુભાનપુરા, વોર્ડ નં.૧૪ એટલે વોર્ડ કચેરી કાલુપુરા અને વોર્ડ નં.૧૬ એટલે પાણી ટાંકી પાસે, ગાજરાવાડીમાં આધારકાર્ડને લગતી કામગીરી શરૂ થતા લોકોને સરળતા રહેશે.

Share :

Leave a Comments