- ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળે ગરીબ પરિવારોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરી દિવાળી ઉજવી
ઇન્દ્રપ્રસ્થ એ એક એવી સંસ્થા છે જે સામાજિક કાર્યો માં સદા અગ્રેસર છે. વર્ષ દરમ્યાન આવતા તહેવારની ઉજવણી કરવી એ ગરીબો માટે દીવાસ્વપ્ન હોય છે. એવામાં ગરીબો અને
જરૂરિયાતમંદ શ્રમજીવીઓના જીવનમાં દિવાળીનો પ્રકાશ પાથરવાનો પ્રયાસ ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશને કર્યો હતો. દિવાળીના સાત દિવસ દરમ્યાન દશ હજારથી વધુ લોકોને ભોજન અને કીટ નું વિતરણ કરવામાં આવ્યું છે.
દિવાળીએ રોશનીનું પર્વ છે. સૌ કોઈ આ પર્વની ધામધૂમપર્વક ઉજવણી કરતા હોય છે. ત્યારે જરૂરિયાતમંદ અને શ્રમજીવી લોકો માટે આ રોશનીનો પર્વ એક દિવા સ્વપ્ન સમાન હોય છે. જો કે તેમના આ સ્વપ્નને સાકાર કરવા માટે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન (ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ) દ્વારા દિવાળી ના સાત દિવસ દરમ્યાન દશ હજારથી વધુ લોકોને ફરસાણ અને મીઠાઈ ની કીટ તથા ભોજન પીરસવામાં આવ્યું હતું.
અનેક સામાજિક કાર્યો માટે અગ્રેસર ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન (ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ) ના કાર્યકરો પરિવાર સાથે દિવાળી ના દિવસોમાં ગોત્રી સરકારી દવાખાના સામે ઇન્દ્રપ્રસ્થ નું રસોડું પર સત્તત સાત દિવસ ચલાવવામાં આવ્યું હતું. આ દિવસોમાં શ્રમિક અને ગરીબ જરૂરિયાતમંદ લોકોને ને ભોજન પીરસવામાં આવ્યું છે. આ ઉપરાંત બેસતા વર્ષ અને ભાઈબીજ ના દિવસે કોઈ ભુખ્યા ના રહે તે ઉદ્દેશ સાથે સાંજના સમય માં નંદેસરી, મકરપુરા, કોયલી સહિતના વિસ્તારોમાં ફરસાણ અને મીઠાઈ ની કીટ નું વિતરણ કરી શ્રમજીવી અને ભોજન તુલીપ્ત ના આશીર્વાદ મેળવ્યા હતા. ઇન્દ્રપ્રસ્થ મંડળ ના કાર્યકરો જાતે કીટ બનાવી સાત દિવસ દરમ્યાન દશ હજારથી વધુ લોકોને ભોજન પીરસી દિવાળી ની ઉજવણી કરી કરી હતી. આમ દિવાળીના પર્વે ઇન્દ્રપ્રસ્થ સંસ્થા એ ગરીબોને તેમની લાચારીનો અહેસાસ જરાયે થવા દીધો ન હતો. ઇન્દ્રપ્રસ્થ સંસ્થા સામાજિક કાર્યો કરી અન્ય સંસ્થાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે.