વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચોરીની 3.50 લાખની કિમતની 20 બાઇક સાથે આરોપીને ઝડપ્યો

વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો

MailVadodara.com - Vadodara-Crime-Branch-nabs-accused-with-20-stolen-bikes-worth-Rs-3-50-lakh

- આરોપી પોતાના ગામના જ વ્યક્તિઓને 5 હજારમાં બાઇક ચલાવવા માટે આપી દેતો હતો


શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એફ.ચૌધરી અને પોલીસ ઇન્સપેકટર એચ.આઇ.ભાટીની સૂચના અનુસાર ટીમના માણસો સાથે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે નેશનલ હાઇ-વે દુમાડ બ્રિજ પાસેથી શંકાસ્પદ મોટર સાયકલ સાથે એક આરોપી અસ્ફાક ઉર્ફે અબ્બો ઇસ્માઇલભાઇ ચૌહાણ (ઉ.વ.23 રહે. ટુંડાવ ગામ, ચૌહાણ વગો, તા.સાવલી)ને ઝડપી લેવામાં આવ્યો હતો. બાદમાં વાહનના કોઈ પુરાવા ન મળતા આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવતાં આ મોટર સાયકલ તેણે વાઘોડીયા ખાતેની પારૂલ યુનિવર્સિટી પાસેથી ચોરી કરી લાવેલાની તેમજ છેલ્લા ત્રણ માસમાં વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી તેમજ આણંદ ખાતેથી આજ દિન સુધી 20 મોટર સાયકલોની ચોરી પોતાના આર્થિક ફાયદા માટે ચોરી કરેલ તમામ મોટર સાયકલો સાવલી તાલુકાના પોતાના રહેણાંક ટુંડાવ ગામ તેમજ તેની આસપાસના ગામોમાં માત્ર 3-5 હજારમાં જુદા-જુદા લોકોને આપેલાની હોવાની હકીકત જણાવી હતી.


ક્રાઇમ બ્રાન્ચે જુદી-જુદી કંપનીના 20 બાઇક જેની કુલ કિંમત રૂપિયા 3,50,000થી વધુ છે તેને કબ્જે કરી લીધા હતા. આ પકડાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન અને કબ્જે કરવામાં આવેલ મોટર સાયકલો અંગેની તપાસ દરમિયાન વડોદરાના સમા, ફતેગંજ, સયાજીગંજ, વારસીયા, રાવપુરા, બાપોદ, જવાહરનગર, ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 17 વાહન ચોરીના ગુનાઓનો અને આણંદ તેમજ વાઘોડીયા પો.સ્ટે ખાતેના ત્રણ વાહનચોરીના ગુનાઓ મળી કુલ – 20 વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયેલ છે અને આ તમામ વાહનચોરીના ગુનાઓના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલના વાહનો રીકવર કરવામાં આવ્યા છે.



Share :

Leave a Comments