વડોદરા કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી વેબસાઇટ પર મુકાઇ

જૂનિયર ક્લાર્ક વર્ગ-3 સંવર્ગની 552 જગ્યા માટે તા.8ના રોજ પરીક્ષા લેવાઇ હતી

MailVadodara.com - Vadodara-Corporation-Junior-Clerk-Exam-Provisional-Answer-Key-released-on-the-website

- પ્રસિદ્ધ કરેલી આન્સર કી ના જવાબ સામે જો કોઈ ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઇન વાંધા સુચન તારીખ 12 થી તારીખ 19 સુધી કરી શકાશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જૂનિયર ક્લાર્ક વર્ગ-3 સંવર્ગની 552 જગ્યા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા ગયા રવિવાર તા.8ના રોજ લેવામાં આવી હતી. આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. પ્રસિદ્ધ કરેલી આન્સર કી ના જવાબ સામે જો કોઈ ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઇન વાંધા સુચન તારીખ 12 થી તારીખ 19 સુધી કરી શકાશે. વાંધા સૂચન ઓનલાઇન કરવા ફરજિયાત છે. પત્ર દ્વારા રજૂ કરેલા વાંધા સૂચનો બોર્ડ દ્વારા ધ્યાને લેવામાં આવશે નહીં. પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવાર જ ઓનલાઇન વાંધા સૂચન રજૂ કરી શકશે. ઉમેદવાર એક કરતાં વધુ પ્રશ્નો માટે વાંધો સૂચન આપી શકશે. પ્રોવિઝનલ આન્સર કી માસ્ટર પ્રશ્નપત્રના પ્રશ્ન ક્રમાંક મુજબની છે. તેથી ઉમેદવારે તે મુજબ પ્રશ્ન સામે વાંધા સૂચન ઓનલાઇન સબમીટ કરવાના રહેશે. 

આ પરીક્ષા અમદાવાદ શહેર અને ગ્રામ્ય, ખેડા, આણંદ અને ગાંધીનગર એમ પાંચ સ્થળે લેવાઈ હતી. પરીક્ષા 109307 ઉમેદવારો આપવાના હતા, પરંતુ પરીક્ષામાં માત્ર 41.41% જ હાજરી જોવા મળી હતી એટલે કે આ પરીક્ષામાં 45,269 હાજર રહ્યા હતા જ્યારે 64038 ગેરહાજર હતા. આનો અર્થ એ થયો કે કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ઉમેદવારોએ જોઈએ તેઓ રસ બતાવ્યો ન હતો. પરીક્ષા 200 માર્કસની ઓએમઆર પદ્ધતિથી લેવામાં આવી હતી. તારીખ 8 ના રોજ અમદાવાદ સહિત પાંચ કેન્દ્ર પર  લેવામાં આવેલી આ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી https://gsssb.gujarat.gov.in/News/Index પર મૂકવામાં આવી છે.

Share :

Leave a Comments