વડોદરામાં વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે બે બુટલેગરો ઝડપાયા, એક વોન્ટેડ જાહેર

ગોત્રી પોલીસે દારૂ-બિયર, મોબાઇલ મળી 46 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

MailVadodara.com - Two-bootleggers-nabbed-in-Vadodara-with-stash-of-foreign-liquor-one-wanted

શહેરના ગોત્રી પોલીસે વિદેશી શરાબના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડી 46 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો છે.


પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના ગોત્રી પોલીસ મથકના સ્ટાફને માહિતી મળી હતી કે, હરીનગર પાસે આવેલા ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતો રવિ સોલંકી અને ચંદ્રકાંત ઉર્ફે કાળું દ્વારા વિદેશી શરાબનો જથ્થો સંગ્રહ કરીને તેનું વેચાણ કરવામાં આવે છે. જે માહિતીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી 8 પેટી વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રવિ સોલંકી તેમજ ચંદ્રકાન્ત ઉર્ફે કાળુંની ધરપકડ કરીને વિકાસ ઉર્ફે ગદીને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે વિદેશી દારૂ, બિયર તેમજ મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 46,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Share :

Leave a Comments