- વિશ્વામિત્રી બચાવ સમિતિએ પોલીસ સમક્ષ ધ્વની પ્રદુષણના કાયદાનું પાલન કરાવવાની માંગ કરી
વિશ્વામિત્રી બચાવો સમિતિના એડવોકેટ શૈલેષ અમીન અને અન્ય સભ્યોએ આગામી તા.૧૫ થી શરુ થતા નવરાત્રી મહોત્સવ અંગે શહેર માં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે આગોતરી તકેદારીના પગલા રૂપે નોઇઝ પોલ્યુશન કરનારા લોકો, ભારતીય નાગરિકને બંધારણીય અધિકારને અવરોધી ગંભીર પ્રકારનો ગુનો કરે છે. નવરાત્રી મહોત્સવ દરમિયાન નોઈસ પોલ્યુશન અંગે પોલીસે ગુનો નોંધી જે તે આયોજકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા વિશ્વામિત્રી બચાવ સમિતીના સભ્યએ માંગ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રે ૧૨ ક્લાક સુધીની પોલીસ પરવાનગી મળશે પરંતુ સુપ્રીમ કોર્ટના અવલોકનમાં નોઇઝ પોલ્યુશન અંગે માત્ર સમય મર્યાદાનો જ ઉલ્લેખ નથી પણ નોઇઝ ની માત્રા કેટલી હોવી જોઈએ તે પણ જણાવેલું છે.
ધ્વનીએ વાતાવરણનું પણ પ્રદુષણ છે અને ધ્વની પ્રદુષણથી થાક લાગવો, ચીડ ચડવી, મગજની કાર્યશક્તિમાં અશક્તિ આવવાથી કામ કરવાની અને વિચારવાની શક્તિ ઓછી થવી, ઊંઘ ઓછી થવી, સંભળાવવાનું ઓછું થવું, કાયમી બહેરાશ આવવી, માનસિક અને શારીરિક નુક્શાન કરવું, સતર્કતા ઓછી થવાથી અકસ્માત થવો, શરીર ની નસો સંકોચાવી, હૃદયના ધબકારા વધી હૃદયરોગ નો હુમલો થવો, ડિપ્રેશન આવવું. બ્લડ પ્રેસર વધવું, અને કેટલીક વાર ગાંડા થવાની અસરો પણ થાય છે. ખાસ કરીને ૬ વર્ષ થી નાના બાળકોને નોઇઝ પોલ્યુશનની વધારે અસર થાય છે. નવરાત્રી દરમિયાન ગરબા આયોજકો દ્વારા ડી.જે., લાઉડસ્પીકર, એમ્પ્લીફાયર સાથે નોઇઝ ઉત્પન્ન કરતા વાજીંત્રોથી નોઈસ પોલ્યુશનમાં અત્યંત વધારો થાય છે.આ બાબતે ગરબા આયોજકોને પોલીસે આગોતરી જાણ કરવી જરૂરી છે. શહેર પોલીસ કમિશ્નરને લખાયેલા પત્રમાં વિશ્વામિત્રી બચાવો સમિતીના સભ્યએ આ બાબતે જણાવ્યું છે. નોઈસ પોલ્યુશન અંગે ભંગ કરવાથી પોલીસે કાયદેસરની કયા પ્રકાર ની કાર્યવાહી થાય તેની સમજણ આપવામાં આવે. એવી પણ જાહેરાત કરાય કે નોઇઝ પોલ્યુશન અંગે ની કોઈ નાગરિકો ને ફરિયાદ કરવી હોય તો વડોદરા પોલીસ કંટ્રોલ ના તમામ ટેલીફોન નંબરો સહીતની વિગતો જાહેર કરવી જોઈએ.
થોડા સમય પહેલા આ સમિતીએ કરેલી આર.ટી.આઈ હેઠળ મેળવેલ માહિતી મુજબ સમગ્ર રાહેર પોલીસ પાસે માત્ર ગણત્રીના ડેસીબલ મીટર છે જયારે વડોદરા પોલીસ અંતર્ગત કુલ ૨૪ જેટલા પોલીસ સ્ટેશનો છે જયારે ૨૭ કોમર્શીયલ ગરબા સહીત કુલ ૨૦૦ જેટલા ગરબાનું આયોજન થાય છે. ત્યારે વધુ ડેસીબલ મીટરો સરકાર પાસેથી મંગાવી દરેક કોમર્શીયલ ગરબા ગ્રાઉન્ડની હદ પાસે, દરરોજ રાત્રે ૧૧:૩૦ કલાકે નોઇઝ પોલ્યુશન માપી કાયદેસરની કાર્યવાહી કરાય એ જરૂરી છે.