વડોદરાની દિવાળીપુરા કોર્ટમાં સિનિયર વકીલનું હાર્ટએટેકના કારણે મોત, વકીલો શોકમાં ગરકાવ

વડોદરા સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકથી મોત નિપજવાના બનાવોમાં ચિંતાજનક વધારો

MailVadodara.com - Senior-lawyer-dies-of-heart-attack-in-Diwalipura-court-of-Vadodara-lawyers-mourn

- વકીલનું હાર્ટ એટેકથી મોત નિપજતાં વકીલોમાં પણ ગભરાટ ફેલાઈ ગયો

વડોદરા સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકથી મોત નિપજવાના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે ફરી વડોદરાની કોર્ટ રૂમમાં સિનિયર ધારાશાસ્રીનું હાર્ટ એટેકથી મોત નિપજતાં કોર્ટ સંકુલમાં ચકચાર મચી ગઇ હતી. આ બનાવને પગલે વકીલોમાં ગમગીની ફેલાઇ ગઇ હતી.

મળતી માહિતી અનુસાર શહેરના સોમા તળાવ પાસે રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા વડોદરા વકીલ મંડળના સિનિયર વકીલ 53 વર્ષીય જગદીશભાઈ ભિખાજીરાવ જાધવનું આજે કોર્ટ રૂમમાં હાર્ટ એટેક આવતાં મોત નિપજ્યું હતું. વકીલ જગદીશભાઈ જાધવ આજે નિત્યક્રમ મુજબ શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી ન્યાય મંદિર કોર્ટ ખાતે કેસ બાબતે પહોંચ્યા હતા.


આ દરમિયાન જગદીશભાઈ જાધવને કોર્ટ રૂમમાં હાર્ટ એટેક આવતા તેઓ કોર્ટ રૂમમાં જ ઢળી પડ્યા હતા. તુરંત જ તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ જગદીશભાઈને મૃત જાહેર કરતા વકીલોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. બીજી તરફ વકીલનું હાર્ટ એટેકથી મોત નિપજતાં વકીલોમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે જગદીશભાઈ સિનિયર વકીલ હતા અને તેઓ છેલ્લા 25 વર્ષથી વકીલાત કરતા હતા.

Share :

Leave a Comments