વડોદરામાં કોમ્પલેક્ષના ચોથા માળે બંધ મકાનમાંથી દાગીના સહિત રૂપિયા 1.96 લાખની મતાની ચોરી

દાંડિયાબજારના અલગ કોમ્પલેક્ષના મકાનને તસ્કરોએ ધોળા દહાડે નિશાન બનાવ્યું

MailVadodara.com - Rs-1-96-lakh-including-jewelery-stolen-from-locked-building-on-4th-floor-of-complex-in-Vadodara

- માતા પુત્રીની પરીક્ષાના પેપર ચેક કરવા સ્કૂલમાં ગયા હતા

શહેરમાં દિનપ્રતિદિન ચોરીઓના બનાવ વધી રહ્યા છે. તસ્કરો ઉપરા છાપરી ચોરીઓને અંજામ આપીને પોલીસના નાઈટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે. ત્યારે દાંડિયા વિસ્તારમાં શંકર ટેકરી કોંગ્રેસની સમિતિની બાજુમાં આવેલા અલગ કોમ્પલેક્ષના ચોથા માળે બંધ મકાનને તસ્કરોએ ધોળા દહાડે નિશાન બનાવ્યું હતું. મકાનમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી 1.96 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો આગળની તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના દાંડિયા વિસ્તારમાં શંકર ટેકરી કોંગ્રેસની સમિતિની બાજુમાં આવેલા અલગ કોમ્પલેક્ષમાં રહેતા સવિતાબેન શ્રીપાદ ચિત્તેએ ફરિયાદ નોંધાવી હતી કે, ગઇકાલે બુધવારે મારી છોકરી તન્વીની પરીક્ષાના પેપર ચેક કરવા માટે સ્કૂલ તરફથી વાલીઓને બોલાવવામાં આવ્યા હોવાથી હું બપોરના પોણા ત્રણ વાગે મારા ઘરેથી દરવાજો બંધ કરી લોખંડની જાળીને તાળું મારી બરોડા હાઈસ્કુલમાં ગઈ હતી. ત્યાર બાદ પેપર ચેક કરી હું અને મારી દિકરી બપોરના સવા ત્રણ વાગ્યાની આસપાસ ઘરે પહોંચ્યા હતા. તે દરમિયાન અમારા એપાર્ટમેન્ટની લીફ્ટ ખુલ્લી હતી અને અમારા મકાનમાં ચોથા માળે આવતા મારા મકાનના લોખંડની જાળીનો નકુચો તુટેલો અને મુખ્ય દરવાજો ખુલ્લો હતો. જેથી મને ચોરી થઈ હોવાની શંકા ગઈ હતી. જેથી મેં ઘરમાં પ્રવેશ તપાસ કરતાં બેડ રૂમમાં મુકેલી તિજોરીના દરવાજા ખુલ્લા અને સામાન તેમજ કપડાં વેર-વિખેર પડેલો હતો. તસ્કરો તિજોરીમાં મુકેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા મળીને રૂ.1,96,000ની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. પોલીસે મહિલાની ફરિયાદના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

Share :

Leave a Comments