વડોદરા શહેરમાં વિવિધ તળાવો અને ધાર્મિક સ્થળોની આસપાસ પૂજાપાના વેસ્ટ માટે નિર્માલ્ય કળશ મૂકાશે

MailVadodara.com - Nirmal-Kalash-for-Poojapa-Waste-will-be-placed-around-various-lakes-and-religious-places-in-Vadodara-city

- કોન્ટ્રાક્ટરે આપેલા પ્રતિ નંગ 59,400ના ભાવે 25 લાખની વાર્ષિક ખર્ચ મર્યાદામાં કામગીરી કરાવવાની મંજૂરી આપવા સ્થાયીમાં દરખાસ્ત રજૂ

કેન્દ્રના 15માં નાણાપંચ હેઠળ વર્ષ 2023-24ની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અન્વયે મળેલ ગ્રાન્ટ સંદર્ભે વડોદરા કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલા વિવિધ તળાવો અને ધાર્મિક સ્થળોએ તથા વિવિધ જગ્યાએ નિર્માલ્ય કળશ સપ્લાય સહિત ઇન્સ્ટોલેશનની કામગીરી અંગે કોન્ટ્રાક્ટર દ્વારા આવેલા ઓછા ભાવ હેઠળ પ્રતિ નંગ રૂ.59,400 પ્રમાણે વાર્ષિક 2.25 લાખની મર્યાદામાં કામગીરી કરવાની મંજૂરી આપવાના આ કામની તમામ સત્તા પાલિકા કમિશનરને સુપ્રત કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થઇ છે.


અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર પુરસ્કૃત 15માં નાણાપંચ અંતર્ગત મળેલ વર્ષ 2023-24 ની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ મળેલી ગ્રાન્ટ હેઠળ વડોદરા મહાનગરપાલિકા હદ વિસ્તારના આવેલા વિવિધ તળાવો તથા ધાર્મિક સ્થળોએ અને શહેરમાં વિવિધ જગ્યાએ નિર્માલ્ય કળશ સપ્લાય કરવા સહિત ઇન્સ્ટોલેશનની કામગીરી અંગે આવેલા સૌથી ઓછા ભાવ પ્રતિ નંગ રૂપિયા 59,400ના ભાવે 25 લાખની વાર્ષિક ખર્ચ મર્યાદામાં કામગીરી કરાવવાની મંજૂરી આપવા તથા આ બાબતની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવા અંગે આવેલી ભલામણને મંજૂરી આપવાનું કામ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયું છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ધાર્મિક સ્થાનોમાં આવતા ભાવિકો મંદિરમાં પુજા અર્ચના માટે પૂજાપાનો સામાન સહિત ફુલ માળા પણ લાવતા હોય છે. આવી જ રીતે શહેરના વિવિધ તળાવો આસપાસ સમી સાંજે અને વહેલી સવારે તળાવની પાળે રાહદારિયો સહિત લોકો તળાવોમાં પૂજાપાનો સામાન તથા અન્ય કચરો પણ ક્યારેક નાખતા હોય છે આ બધી બાબતે સ્વચ્છતા જાળવવા અંગે આ નિર્ણય લેવાયો છે.

Share :

Leave a Comments