MSUની કોમર્સ ફેકલ્ટીના એફવાય બીકોમમાં પ્રવેશ આપવાની કાર્યવાહી પાછી ઠેલાઈ

આજથી વિદ્યાર્થીઓને સ્પોટ એડમિશન આપવાનું હતું પણ સિન્ડિકેટે એડમિશન માટેની નીતિમાં ફેરફાર કરતા સત્તાધીશો મૂંઝવણમાં મુકાયા!

MailVadodara.com - MSUs-Commerce-Facultys-admission-process-in-FY-B-Com-postponed

વડોદરા એમ. એસ. યુનિવર્સિટીની સિન્ડિકેટે એફવાય બીકોમમાં વડોદરાના વિદ્યાર્થીઓ માટેનું કટ ઓફ લિસ્ટ ૪૫ ટકા અને વડોદરા સિવાયના વિદ્યાર્થીઓ માટેનું કટ ઓફ લિસ્ટ ૬૦ ટકા રાખવાના કરેલા નિર્ણય બાદ હવે એફવાય બીકોમમાં પ્રવેશ આપવાની પ્રક્રિયા પાછી ઠેલાઈ ગઈ છે.

અગાઉ નક્કી થયા પ્રમાણે આજે સોમવારથી વિદ્યાર્થીઓને સ્પોટ એડમિશન આપવાનું શરુ કરવાનું હતું પણ સિન્ડિકેટે  એડમિશન માટેની નીતિમાં ફેરફાર કર્યા બાદ કોમર્સ  ફેકલ્ટીના સત્તાધીશો મૂંઝવણમાં મુકાયા છે. ફેકલ્ટીના ડીને હવે સિન્ડિકેટમાં થયેલા નિર્ણય બાદ લેખિતમાં આદેશ મળે તેવી રાહ જોવાનો નિર્ણય લીધો છે અને એ પછી જ સ્પોટ એડમિશન શરુ કરાશે. આમ કોમર્સ ફેકલ્ટીમાં આ વર્ષે પણ એફવાયબીકોમના પ્રવેશમાં અને શિક્ષણ કાર્ય શરુ કરવામાં વિલંબ થશે તે નક્કી છે. 

બીજી તરફ સિન્ડિકેટે નક્કી કરેલા નવા કટ ઓફ લિસ્ટના કારણે વિદ્યાર્થીઓ પણ ફરી એક વખત ઓનલાઈન એડમિશન ફોર્મ ભરવાની કાર્યવાહી શરુ કરવાનું દબાણ કરી રહ્યા છે. વડોદરાના વિદ્યાર્થીઓ માટેનું ૪૫ ટકાનું કટ ઓફ લિસ્ટ જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે છે કે અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ સહિત તમામ માટે તેની સ્પષ્ટતા પણ બાકી છે. સામાન્ય રીતે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓનો પ્રવેશ જેટલા ટકાએ અટકે તેના કરતા પાંચ ટકા ઓછા માર્કસ સુધી અનામત કેટેગરીના  વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હોય છે.

Share :

Leave a Comments