વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં એક મકાનમાંથી મોબાઈલ ફોન ની ચોરી થઈ હતી. જો કે કારેલીબાગ પોલીસે ગણતરી ના કલાકોમાં ચોર ને ઝડપી પાડ્યો હતો.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી બુદ્ધદેવ કોલોનીમાં એક મકાનમાંથી મોબાઈલ ફોન ની ચોરી થઈ હતી. કારેલીબાગ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર. જાધવ ને આ બાબતની જાણ થતાં તેમણે તપાસ શરૂ કરી હતી. આ દરમ્યાન કોન્સ્ટેબલ જૈમિન કુમારને બાતમી મળી હતી કે એક વ્યક્તિ મોબાઈલ વેચવાના ફિરાકમાં જલારામ મંદિર પાસે આંટા ફેરા મારી રહ્યો છે. પોલીસે બાતમી મુજબના વ્યક્તિને સ્થળ પર જઈ પકડી પાડતા તેણે બુદ્ધદેવ કોલોનીમાંથી મોબાઈલ ચોરી કર્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસ તપાસમાં આ વ્યક્તિ કલ્યાણ નગરમાં રહેતો રાજા રણજીતસિંહ ગોહિલ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. આમ કારેલીબાગ પોલીસે ગણતરીના કલાકોમાં મોબાઈલ ચોરને ઝડપી પાડ્યો હતો.