વાઘોડિયા દતપુર સર્વોદય એસ્ટેટની પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ, તમામ મટીરીયલ બળીને ખાખ

મલ્ટી પોલીફેબ્રિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં શોર્ટસર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમીક તારણ

MailVadodara.com - Fire-in-Waghodia-Datpur-Sarvodaya-Estate-plastic-granule-company-all-material-burnt

- આગ કંપનીના બહારના શેડમાં હોવાથી મોટું નુકસાન થતું બચ્યું, ત્રણ ફાયરની ટીમોએ 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો


વડોદરાના વાઘોડિયા દતપુરા સીએનજી પેટ્રોલ પંપ પાછળ આવેલ સર્વોદય એસ્ટેટમાં આવેલ મલ્ટી પોલીફેબ્રિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં આસપાસના વિસ્તારોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ બેકાબુ થાય તે પુર્વ જ ત્રણ અલગ-અલગ ફાયરવિભાગની ટીમો પહોંચી 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

મળતી વિગતો પ્રમાણે વડોદરાના વાઘોડિયા દતપુર પાસે આવેલ સર્વોદય એસ્ટેટમાં આવેલ ડી-51 મલ્ટી પોલિફેબ્રિક પ્રાઇવેટ લિમિટેડમાં એકાએક ભીષણ આગ લાગી હતી. આ બનાવની જાણ વડોદરા ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ફાયરની ટીમો પહોંચી કામગીરી હાથ ધરી હતી. આ કંપની પ્લાસ્ટિકના દાણા બનાવી મટીરીયલ બનાવતી હોવાનું સામે આવ્યું છે. અને આગ સદનસીબે કંપનીના બહાર લગાવેલ શેડમાં માટીરીયલમાં લાગતા મોટી દુર્ઘટના ટળી હતી.


આ બનાવની જાણ થતાંજ ફાયરના લાશ્કરો તાત્કાલિક પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. આ કામગીરીમાં વદોડરા દાંડિયાબજાર ફાયર, સીઆરસી ફાયર અને સ્થાનિક એપોલો ફાયર વિભાગની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પૂર્વ જ 15 જેટલા ફાયરના જવાનો દ્વારા તેના પર પાણીનો અને ફોમનો ઉપયોગ કરી આગ પર 2 કલાકે કાબુ મેળવ્યો હતો.


દાંડિયાબજારના સબ ફાયર ઓફિસર પ્રતાપભાઈ ડામોરે જણાવ્યું કે, અમને કોલ મળતાની સાથે જ દાંડિયાબજાર ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી. આ સાથે સીઆરસી અને સ્થાનિક એપોલો ફાયરની ટીમની મદદથી આગ પર કાબુ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આગ પ્લાસ્ટિકના દાણા બનાવતા માટીરીયલમાં હોવાથી ફોર્મના ઉપયોગ કરવાની ફરજ પડી હતી. જેમાં 8  કેલબા જેટલા ફોર્મના ઉપયોગ બાદ અને 2 કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આ આગ લાગવાનું પ્રાથમીક કારણ શોર્ટસર્કિટ હોવાનું સામે આવ્યું છે. નુકસાન અંગે આજે ખ્યાલ આવશે. આગ કંપનીના બહારના શેડમાં હોવાથી મોટું નુકસાન થતું બચ્યું છે પરંતુ શેડમાં રહેલ તમામ મટીરીયલમાં બળીને ખાખ થઈ ગયું હતું.

Share :

Leave a Comments