વડોદરા કોર્પોરેશન દ્વારા વિવિધ આવાસ યોજના હેઠળ હાલ 10 હજારથી વધુ આવાસો બની રહ્યાં છે

અત્યાર સુધીમાં લગભગ 31,103 જેટલા આવાસો પુર્ણ કરી દેવામાં આવ્યા

MailVadodara.com - Currently-more-than-10-thousand-houses-are-being-constructed-by-Vadodara-Corporation-under-various-housing-schemes

- આગામી દિવસોમાં મકાનોનું કામ પૂર્ણ થતાં ડ્રો દ્વારા ફાળવણી કરાશે

કેન્દ્ર સ૨કા૨ અને રાજ્ય સ૨કા૨ની આવાસ યોજનાઓમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરી ગરીબો અને ઘર-વિહોણાં માટે જુદીજુદી કેટેગરીમાં બી.એસ.યુ.પી., મુખ્યમંત્રી ગૃહ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના એફોર્ડેબલ હાઉસીંગ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હરણી ખાતે તૈયા૨ થયેલ 57 આવાસોનો ફાળવણી ડ્રો તાજેતરમાં કરવામાં આવ્યો હતો. 

વડોદરાને ઝુંપડપટ્ટી મુક્ત શહેર બનાવવા તેમજ લોકોને પોતાનું ઘર મળી રહે તે માટે આવાસ યોજના હેઠળ વિવિધ પ્રોજેક્ટના કામ ચાલી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકો માટે લગભગ 31,103 જેટલા આવાસો પુર્ણ કરી દેવામાં આવ્યા છે. વિવિધ આવાસ યોજનાઓ હેઠળ લગભગ 10,068 જેટલા આવાસોનું કામ હાલમાં ચાલુ છે, આવનારા દિવસોમાંએ કામગીરી પૂર્ણ થઇ જશે અને આ મકાનો પણ ટૂંકા ગાળામાં ડ્રો દ્વારા ફાળવણી ક૨વાનું આયોજન કોર્પોરેશન દ્વારા ક૨વામાં આવશે.

Share :

Leave a Comments