રાહુલ ગાંધીના સમર્થનમાં વડોદરા શહેર કોંગ્રેસના કાર્યકરો ખાનગી બસમાં સુરત જવા રવાના થયા

દાંડિયા બજાર સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધી જિંદાબાદના નારા લગાવ્યા

MailVadodara.com - Congress-workers-from-Vadodara-city-left-for-Surat-in-a-private-bus-in-support-of-Rahul-Gandhi

- પોષ્ટરો-બેનરો સાથે કોંગ્રેસ કાર્યકરો સુરત જવા રવાના થયા

- વડોદરા કોંગ્રેસના કાર્યકરોની બસ ભરૂચ પોલીસે રોકી દીધી, ભરૂચ પોલીસે તમામ કાર્યકરોને ડીટેઇન કરી ભરૂચ હેડક્વાર્ટર ખાતે લઇ ગયા, પોલીસ દમનનો આક્ષેપ


આજરોજ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને માજી સાંસદ રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજરી આપવા જવાના છે. જેથી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો સુરત જવા માટે રવાના થયા હતા. રાહુલ ગાંધી જિંદાબાદના નારા સાથે કોંગ્રેસ કાર્યલયથી કોંગ્રેસ કાર્યકરો ખાનગી બસમાં સુરત જવા રવાના થયા હતા. જોકે, તમામ કાર્યકરો ભરેલી બસને ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ પાસે રોકી દેવામાં આવી હતી. બસ સાથે ભરૂચ હેડ ક્વાર્ટર ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે, પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવી રહ્યું છે. પરંતુ, સત્ય પરેશાન થાય છે, પરંતુ જીત હંમેશા સત્યની થાય છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં સુરત જવા માટે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી, ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પુષ્પાબહેન વાઘેલા સહિત કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો સવારે રવાના થયા હતા. પરંતુ ભરૂચ પાસે ભરૂચ પોલીસે તમામ કાર્યકરોને ડીટેઇન કરી ભરૂચ હેડક્વાર્ટર ખાતે લઇ ગયા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ પોલીસની કામગીરી ઉપર દમનગીરી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.


કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો સુરત જવા રવાના થયા હતા. દાંડિયા બજાર ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ કાર્યકરો એકઠા થયા હતા અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી બસમાં સુરત જવા રવાના થયા હતા. કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા રાહુલ ગાંધી જિંદાબાદ, રાહુલ ગાંધી હમ તુમ્હારે સાથ હૈ, જેવા નારા લગાવી સુરત જવા રવાના થયા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજ જોશીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો સુરત જવા રવાના થયા હતા.

શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજ જોશીએ જણાવ્યું હતું કે, દેશમાં જે માહોલ બની રહ્યો છે તે લોકશાહી માટે ખતરો છે. અમારા નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં વડાપ્રધાનને પ્રશ્ન પૂછ્યો કે, તમારે અદાણી સાથે શું સંબંધ છે? અદાણીનું મોટુ સ્કેન્ડલ છે અને તે અંગે સરકાર પ્રશ્નનો જવાબ ન આપે તે કેટલે અંશે વ્યાજબી છે? આ ઉપરાંત મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ-ડિઝલ સહિત જીવન જરૂરી તમામ ચિજવસ્તુઓના ભાવ વધારા સામે કોંગ્રેસ લડત આપી રહી છે. પરંતુ, કોંગ્રેસના અવાજને સરકાર દબાવવા માંગે છે. પરંતુ, "ડરો મત"ના નારા સાથે કોંગ્રેસ દેશના લોકો માટે લડતી રહેશે. સત્ય પરેશાન હો સકતા હૈ, લેકીન જીત હંમેશા સત્યની થાય છે.


વધુમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે સવારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પોતાની લીગલ ટીમ સાથે સુરત કોર્ટમાં હાજર થવાના છે. ત્યારે સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો રાહુલ ગાંધીના સમર્થમાં અને તેમનો જૂસ્સો વધારવા માટે સુરત જઇ રહ્યા છે. વડોદરા શહેર કોંગ્રેસના કાર્યકરો પણ મોટી સંખ્યામાં સુરત જઇ રહ્યા છે. સુરત જવા માટે શહેર કોંગ્રેસ દ્વારા બસની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો સુરત જવા રવાના થયા હતા. તો અનેક કોંગી અગ્રણીઓ પોતાના પ્રાઇવેટ વાહનોમાં પણ સુરત જવા રવાના થયા હતા.


સુરત કોર્ટમાં હાજર થવા જઇ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જવાના હોઇ, નેશનલ હાઇવે ઉપર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સુરત ખાતે કોંગ્રેસના કાર્યકરોને લઇને નીકળેલી બસોને પોલીસ તંત્ર દ્વારા રસ્તામાં રોકી દેવામાં આવે તેવી દહેશત કોંગ્રેસ કાર્યકરોને છે.

આજે વડોદરા શહેર-જિલ્લા સહિત મધ્ય ગુજરાતમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો સુરત જવા માટે રવાના થયા હતા. વડોદરા બહારથી પસાર થતા નેશનલ હાઇવે ઉપરથી કોંગ્રેસ કાર્યકરોને લઇને જતા અનેક વાહનો પસાર થયા હતા.

Share :

Leave a Comments