વડોદરામાં નૂતન સ્કૂલ ખાતે કેન્દ્ર સરકારના નવ વર્ષના સંદર્ભમાં બહેનોએ 9 ફૂટ મોટી કમળની રાખડી બનાવી

રાખડીનો મુખ્ય ભાગ 9 ફૂટનો જ્યારે બન્ને સાઈડની દોરીની લંબાઈ 15-15 ફૂટની છે

MailVadodara.com - At-Nutan-School-in-Vadodara-the-sisters-made-a-9-foot-lotus-rakhi-to-commemorate-the-nine-years-of-the-central-government


વડોદરા યુવા ગ્રુપ દ્વારા રક્ષાબંધન નિમિતે પ્રધાનમંત્રી માટે 39 ફૂટની રાખડી તૈયાર કરવામાં આવી છે. જેમાં રાખડીનો મુખ્ય ભાગ 9 ફૂટનો છે, જ્યારે બન્ને સાઈડની દોરીની લંબાઈ 15-15 એટલે 30 ફૂટની છે. સમગ્ર દેશમાં 9 સાલ બેમિસાલ અભિયાન ચાલી રહ્યું છે, તે અંતર્ગત આ વર્ષે નૂતન સ્કૂલ ખાતે 9 વર્ષના સંદર્ભમાં 9 ફૂટ મોટી કમળની રાખડી તૈયાર કરી પ્રતિકાત્મક રીતે પ્રધાનમંત્રી માટે ત્યાં રાખવામાં આવી છે. તેમજ મોટી સંખ્યામાં બહેનોએ પોસ્ટકાર્ડ લખી રક્ષાબંધનની શુભેચ્છા વડાપ્રધાનને મોકલી છે.


આ કાર્યક્રમમાં 9 ફૂટ રાખડીને સાંસદ રંજનબેન ભટ્ટ અને શહેર વિધાનસભાના ધારાસભ્ય મનીષા વકીલ દ્વારા પ્રધાનમંત્રીને બાંધી હતી. આ કાર્યક્રમ બાદ ઉપસ્થિત મોટી સંખ્યામાં બહેનોએ પણ આ વિશાળ રાખડીને રાખડી બાંધી શુભેચ્છાઓ ફોટોગ્રાફ દ્વારા મોકલી હતી. સાથે બહેનો દ્વારા 100થી વધુ પોસ્ટકાર્ડ લખી રક્ષાબંધન નિમિતે શુભેચ્છાઓ મોકલવામાં આવી હતી. આ રાખડી બનવવા માટે પ્લાયવુડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથે ગ્લુ ગમ અને બ્લુ ગમનો ઉપયોગ કરી બનવવામાં આવી હતી.


આ અંગે સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, રક્ષાબંધનનો તહેવાર છે, ત્યારે દેશની દરેક મહિલાઓએ પ્રધાનમંત્રીને રક્ષા બાંધીને પોતાના ભાઈનું આયુષ્ય અને સ્વાસ્થ્ય સારું રહે તેવી પ્રર્થના કરી છે. દેશની તમામ બહેનોની પ્રધાનમંત્રી માટે હંમેશા શુભેચ્છા હોય છે. કારણ કે, દેશની એક એક મહિલા અને દીકરીઓની સુરક્ષા માટે અને તેઓ સાથે સાથે પગભર બને, તેઓનું પોતાનું આવાસ હોય તે તમામ બહેનો માટેની જરૂરિયાત અને ચિંતા પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી છે. આજે વડોદરા ગ્રૂપ અને મહિલાઓ દ્વારા સાથે શહેર વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન, આ વિસ્તારના કોર્પોરેટર બહેનો અને સંઘઠન મહિલા મોરચાની ટીમ દ્વારા આજે પ્રધાનમંત્રીને રાખડી બાંધી છે. સાથે આ બહેનો દ્વારા પોસ્ટકાર્ડ પણ લખવામાં આવી રહ્યા છે. પોસ્ટકાર્ડ મોકલી પ્રધાનમંત્રીને રક્ષાબંધનની એક ભાઈ તરીકેની શુભેચ્છાઓ પણ પાઠવવાના છે.


વધુમાં જણાવ્યું હતું કે, અહીં 100 જેટલી એવી દીકરીઓ છે કે જેમણે જીવનમાં પ્રથમવાર મતદાન કરવા જઇ શકે તેવી ઉંમરની છે. આ દીકરીઓને પ્રથમ મતદાર તરીકે મતદાન યાદીમાં જાહેર કરવા જઈ રહ્યા છીએ. પ્રધાનમંત્રીના યુવાઓના આહવાનને લઈ આજે મતદાન માટે મતદાન યાદીમાં ફોર્મ ભરવા જઇ રહી છે.

આ સાથે યુવા ગ્રૂપના પ્રમુખ કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, યુવા ગ્રૂપ વડોદરા એક સામાજિક સંસ્થા છે અને વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ માટે કામ કરે છે. વડાપ્રધાન અમારા આદર્શ છે અને તેઓ માટે અમે કામ કરીએ છીએ. યુવા ગ્રુપની બહેનો દર વર્ષે વડાપ્રધાનને રક્ષા મોકલે છે. આજે સરકારમાં નવ વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે યુવા ગ્રુપે 9 ફૂટ લાંબી રાખડી તેના પ્રતીક રૂપે બનાવી છે. અહીં 100થી વધુ બહેનો હાજર રહી છે અને તેઓ તમામ વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

Share :

Leave a Comments