- યુવતી ગોત્રી વિસ્તારમાં મિત્રો સાથે રહેતી હતી અને સલૂનમાં જોબ કરતી હોવાનું જાણવા મળ્યું
- મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ અમદાવાદ અને ત્યાથી હવાઈ માર્ગે વતન મોકલાશે
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા રૂદ્રાક્ષ કોમ્પ્લેક્સમાં રહેતી અને મૂળ નાગાલેન્ડની યુવતી રસોડામાં રસોઈ કામ દરમિયાન અચાનક ચક્કર આવતા ઢડી પડી હતી. બાદમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મોતની નિપજતા મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ગોત્રી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના અક્ષર ચોક વિસ્તારમાં આવેલા સલૂનમાં કામ કરતી અને મૂડ વિલેજ રોડ, વીગ ફોર, જિલ્લો કિફિરે (નાગાલેન્ડ)ની 26 વર્ષે લીલુમલા તસાલીયો સંગતામ નામની યુવતી શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા રુદ્રાક્ષ કોમ્પલેક્ષમાં રહેતી હતી. ગત રોજ રસોડામાં કામ કરતી હતી, ત્યારે અચાનક ચક્કર આવી જતા નીચે પડી ગઈ હતી. આ અંગેની સાથી મિત્રને થતા તાત્કાલિક તેને અક્ષર ચોક વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
યુવતીને ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તબીબે મૃત જાહેર કરી હતી. આ બનાવને લઈ ગોત્રી પોલીસ પણ દોડી આવી હતી અને યુવતીના મૃતદેહને સરકારી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આ યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી માદરે વતન હવાઈ માર્ગે મોકલવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
આ યુવતી ગોત્રી વિસ્તારમાં પોતાની મિત્રો સાથે રહેતી હતી અને સલૂનમાં જોબ કરતી હોવાનું જાણવા મળ્યું છે. આ યુવતીના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને અમદાવાદ અને ત્યાર બાદ અમદાવાદથી હવાઈ માર્ગે નાગાલેન્ડ ખાતે મોકલવામાં આવશે. આ બનાવને લઈ યુવતીના મિત્રોમાં શોકની લાગણી વ્યાપી છે. આ બનાવને લઈ ગોત્રી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.