શિનોરના સાધલી ગામે તાડપત્રી બાંધવા ચઢેલા યુવકને કરંટ લાગતા મોત

સાધલી-કુકશ માર્ગ નજીક યુવક આઇસર પર તાડપત્રી બાંધતો હતો

MailVadodara.com - A-youth-was-electrocuted-while-climbing-tarpaulin-at-Sadhli-village-of-Shinor

- તાડપત્રી માટે લોખંડની એંગલ ફીટ કરતી વેળા 55 વર્ષીય લક્ષ્મણભાઇ વીજલાઇનને સ્પર્શી જતાં કરંટ લાગ્યો


શિનોર તાલુકાના સાધલી-કુકશ માર્ગ ઉપર નાળા પાસે આઇસર ટેમ્પો ઉભો રાખી આઇસર ગાડીમાં તાડપત્રી બાંધવા માટે લોખંડના એંગલ ફીટ કરી રહેલ યુવકને વીજ કરંટ લાગતા ઇજાગ્રસ્ત હાલતમાં ઇમર્જન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો જયાં તેનું મોત નીપજ્યું હતું.


શિનોર તાલુકાના સાધલી ગામની નવીનગરીમાં રહેતા 55 વર્ષીય લક્ષ્મણ લલ્લુભાઈ ભીલ મજૂરી કામ કરે છે. લક્ષ્મણભાઈ આજે વરસાદ પડતા આઇસર ટેમ્પાને સાધલી - કુકશ માર્ગ ઉપર નાળા પાસે ઉભો રાખી ટેમ્પા પર તાડપત્રી બાંધવા માટે લોખંડના એંગલ ફીટ કરી રહ્યા હતા, તે દરમિયાન એક લોખંડની એંગલ ખેતી વિષયક વીજ લાઇનને સ્પર્શી જતા લક્ષ્મણભાઈને વીજ કરંટ લાગતા ઇજાગ્રસ્ત થયા હતા.


વીજ કરંટ લાગતા ઇજાગ્રસ્ત થયેલ લક્ષ્મણભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતા. જ્યાં સારવાર મળે તે પહેલા લક્ષ્મણભાઈનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.

Share :

Leave a Comments