- આખા શહેરના બાંધકામ કાયદેસર કે ગેર કાયદેસર છે એ નક્કી કરે એ કચેરી મા જ પોલમ પોલ..!
- પગથિયાં પર પાઇપ પરથી પગ લપશે તો હાડકા ભાંગે એ નક્કી..!
વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓની અણ આવડત ના પુરાવા છાશવારે પ્રકાશમા આવે છે. પાલિકાની વડી કચેરીએ અધિકારીઓએ પગથિયાં પર ફાયર સેફટીનો મસ મોટો પાઇપ ઠોકી બેસાડ્યો છે.
વડોદરા વિકાસમાં સૌથી પછાત શહેર છે એ દરેક શહેરીજન જાણે છે પરંતુ શાસકો સ્વીકારવા તૈયાર નથી. એક સામાન્ય માણસ તરીકે તમે ઘર અને દુકાન અથવા ઓફિસના પગથિયાં પરથી પાઇપ પસાર કરો ? તમે તુરંત કહેશો કે ના, કારણ કે પગથિયાં પર પાઇપ લગાવીએ તો ભૂલથી પણ પગ પડે તો લપસી જવાય.. જો કે તમને જાણી ને નવાઈ લાગશે કે પાલિકામા પગથિયાં પરથી ફાયર સેફટીનો પાઇપ પસાર કરીને બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. અને હા એ પણ એવી જગ્યાએ કે જ્યાં રોજની સેંકડો લોકોની અવર જવર છે.
હવે કલ્પના કરો કે પગથિયા ચઢતા અને ઉતરતા કોઈ પડી જાય તો હાડકા ભાંગે એ નિશ્ચિત છે. જો કે પાલિકાના કહેવતા કુશળ અધિકારીઓ અને શાસકોને આટલી ગંભીર બાબત કદાચ સામાન્ય લાગે છે. આ અંગે વડી કચેરીનું મેન્ટેનન્સ કરતા અધિકારીનું કહેવું છે કે અ બાબતે અમે ફાયર બ્રિગેડ વિભાગને પાઇપ પગથિયાં પરથી હટાવવાની સૂચના આપીશું. પાલિકાની વડી કચેરી જ્યાં થી આખા શહેરમાં થતા બાંધકામો સાચા છે ખોટા એ નક્કી થાય છે એ કચેરીમાં બુદ્ધિ નું પ્રદર્શન ચર્ચાનો વિષય બન્યો છે.