વડોદરામાં એકટીવા ઉપર જઈ રહેલી મહિલાનું પર્સની ચીલઝડપ કરનાર 3 સગીરો ઝડપાયા

અટલાદરા-પાદરા રોડ પર દીકરી સાથે એક્ટિવા પર જતી મહિલાનું પર્સ ઝૂંટવ્યું હતું

MailVadodara.com - 3-minors-were-caught-after-snatching-the-purse-of-a-woman-who-was-going-on-Aktiva

- ગુનામાં ઉપયોગ કરેલી બાઈક તેમજ ચીલઝડપ કરેલા રૂપિયા પૈકીના રોકડા 13 હજાર, મહિલાનું પર્સ, 1 ડેબીટ કાર્ડ અને મોબાઈલ સહિત 73 હજારનો મુદ્દામાલ જપ્ત

વડોદરા શહેરના અટલાદરા-પાદરા રોડ પર દીકરી સાથે એક્ટિવા પર જઇ રહેલા મહિલાનું પર્સ ઝૂંટવીને બાઈક પર સવાર 3 સગીર ફરાર થઈ ગયા હતા. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ત્રણ સગીરોની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરાના બિલ કેનાલ રોડ પર આવેલા નિસર્ગ પલા ડીયમમાં રહેતા ગૌરીબેન ગોવીંદભાઇ મેવાડા (ઉ.60)એ અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું સુંદરમ હોસ્પિટલમાં એકાઉન્ટ આસીસ્ટન્ટ તરીકે નોકરી કરૂ છું. હોસ્પિટલની મેડીસીનના 62,000 રૂપિયા ભેગા થયા હતા. જે પ્લાસ્ટીકના એક કવરમાં મુક્યા હતા. આ રકમમાંથી 40,000 રૂપિયા મેડિકલ સ્ટોરના માલિકને દવાના આપવાના હતા અને બાકીની રકમ ડોક્ટર શીતલ વૈધને આપવાની હતી, પરંતુ ડોક્ટર હોસ્પિટલથી વહેલા નીકળી ગયા હતા.


આ ઉપરાંત મેડિકલ સ્ટોરના માલીક રાજેશભાઈને બહાર જવાનું હોવાથી આ તમામ રકમ તેઓને આપી શકી નહોતી અને 62 હજાર રૂપિયા મેં મારી બેગમાં મારી પાસે રાખ્યા હતા. રાતના આશરે 8.30 વાગ્યે મારી દિકરી મને હોસ્પિટલ ખાતે લેવા માટે આવી હતી, જેથી હું રાતના આશરે 945 વાગ્યાના સુમારે મારી દીકરી સાથે એકટીવા ઉપર બેસીને ઘરે પરત આવવા નીકળી હતી. ત્યારે રાતના આશરે 1030 વાગ્યે અમારા એકટીવાની પાછળથી એક કાળા જેવા ક્લરના બાઈક પર ત્રણ સવારી અજાણ્યા ઇસમો આવ્યા હતા. અમારા એકટીવાની જમણી બાજુમાં આવીને બાઈક પર વચ્ચે બેઠેલા માણસે મારા જમણા ખભામાં ભરાવેલી બેગની પટ્ટી પકડી બેગ જોરથી ખેંચી લીધું હતું અને પૂરઝડપે પાદરા તરફ રોડ રોડ ઉપર ભાગી ગયા હતા.

મેં બૂમ પાડતાં મારી દીકરી રૂષાએ તેઓની પાછળ એકટીવા પૂરઝડપે ચલાવી બાન્કો કંપની સુધી પીછો કર્યો હતો, પરંતુ તેઓ ભાગી ગયા હતા. મારા પર્સમાં 62 હજાર રૂપિયા રોકડા, HDFC અને BOB બેંકના એ.ટી.એમ. કાર્ડ હતા. આ મામલે મેં અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે આધારે પોલીસે ચીલઝડપના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની સીસીટીવી, ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સ આધારીત સતત તપાસ કરવામાં આવતા આ ગુનામાં એક સગીર તેમજ તેના બે સાગરીત સગીરો શંકાસ્પદ જણાયા હતા.

જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ સાગરીતો અંગે તપાસ કરી તેઓને શોધી કાઢ્યા હતા અને સગીરોના વાલીઓની હાજરીમાં પુછપરછ કરવામાં આવતા ત્રણ સગીરોએ આર્થિક લાભ મેળવવા માટે તેઓ પાસેની બાઈકનો ઉપયોગ કરી રાત્રિના સમયે એકટીવા પર બેસી જઇ રહેલા મહિલાનું પર્સ ઝુંટવી લીધાની કબૂલાત કરી હતી. ગુનો કરવા માટે ઉપયોગ કરેલી બાઈક તેમજ ચીલઝડપ કરી મેળવેલા રૂપિયા પૈકીના રોકડા 13 હજાર રૂપિયા, મહિલાનું પર્સ, 1 ડેબીટ કાર્ડ અને મોબાઈલ સહિત 73 હજારનો મુદ્દામાલ તપાસ અર્થે જપ્ત કર્યો હતો.

Share :

Leave a Comments