શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા મુદ્દે રહીશોએ માટલાં ફોડી તંત્ર સામે રોષ ઠાલવ્યો

પૂર્વ વિસ્તારમાં ભર ઉનાળે પાણીની વિકટ સ્થિતી સર્જાતા સ્થાનિકો રસ્તા પર ઉતર્યા

MailVadodara.com - residents-expressed-their-anger-against-the-Matal-Fodi-system-regarding-the-problem-of-drinking-water

- પાણી આપો પાણી આપોના સૂત્રોચ્ચાર કરી રહીશોએ તંત્ર સામે વિરોધ દર્શાવ્યો


વડોદરા શહેરના ઠેકરનાથ મહાદેવ મંદિર પાસે આવેલી હરિકૃપા સોસાયટી, કોટયાર્ક નગર, સુખમણી સોસાયટી સહિતની સોસાયટીઓમાં ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા મુદ્દે રહીશોએ માટલાં ફોડી તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રજાના સુખાકારી માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે જેમાં પ્રાથમિક સુવિધાનો ઉમેરો થાય છે ત્યારે કાળજાળ ગરમી શરૂ થતાની સાથે જ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ નજરે જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા ના પૂર્વ વિસ્તારમાં આવેલ ઠેકરનાથ મહાદેવ મંદિર નજીક આવેલી હરિકૃપા સોસાયટી, કોટયાર્ક નગર, સુખમણી સોસાયટી સહિતના રહેવાસીઓને ઘણા સમયથી પીવાના શુદ્ધ પાણી પાણી નહીં મળતા આખરે માટલા ફોડી, પાણી આપો પાણી આપો ના સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો.


મોંઘવારીની માઠી અસર તેઓના ઉપર છે ત્યારે પ્રાથમિક સુવિધા આપવા માટે કટિબદ્ધતા દર્શાવતું પાલિકા તંત્ર ઠેકરનાથ મહાદેવ મંદિર ખાતે આવેલ હરિકૃપા સોસાયટીના રહેવાસીઓને પીવાનું શુદ્ધ પાણી આપવામાં વિલંબ કરતા તેમના માટે પીવાનું ટેન્કરનો બોજો આવી પડ્યો છે. હરિકૃપા સોસાયટીમાં આશરે 35 થી 40 જેટલા મકાનો આવેલ છે. પાલિકા તંત્ર દ્વારા પીવાના શુદ્ધ પાણી માટે ખોદકામ શરૂ કરી દીધું છે પણ કામ પૂર્ણ થતાં હજી સમય લાગે એમ છે ત્યારે કાળજાળ ગરમીમાં પીવાના શુદ્ધ પાણી માટે વલખાં મારી રહેલા હરિકૃપા સોસાયટીના રહેવાસીઓએ આખરે મીડિયા સમક્ષ પાલિકા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.


હરિકૃપા સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે, અનેક વખત તેમને સ્થાનિક કાઉન્સિલરો તેમજ વોર્ડ ઓફિસરમાં પીવાના પાણી માટે તકરારો તેમજ રજૂઆતો કરી છે પણ તેમ છતાં તેમના સમસ્યાનું નિરાકરણ ન આવતા આખરે તેમને પાલિકા તંત્ર સામે વિરોધ દર્શાવો પડી રહ્યો છે.

Share :

Leave a Comments