ઐતિહાસિક ઇમારતોની અવદશા માટે જવાબદાર તંત્ર ક્યારે જાગશે..??

MailVadodara.com - When-will-the-system-responsible-for-the-plight-of-historical-buildings-wake-up


સંસ્કારી નગરી વડોદરાની આ કમનસીબી છે કે ગાયકવાડના વારસાને જાળવવામાં કહેવાતું સ્માર્ટ તંત્ર સદંતર નિષ્ફ્ળ રહ્યું છે. સમાટઁ સીટીના  સ્માટઁ અધિકારીઓ,સાંસદ,   ધારાસભ્યો,મેયર,ચેરમેન ઐતિહાસિક ઇમારતોનું મૂલ્ય જાણતા નથી એવું નથી. ન્યાયમંદિરની ઐતિહાસિક ઇમારતને ફરતે ચારેય તરફ આવેલા રોડ પરથી એરકન્ડિશન વૈભવી કારમાં ફરતા તમામ નેતાઓ અને અધિકારીઓ જાણે આખો બંધ કરીને ફરે છે. પ્રસિદ્ધિ ભૂખ્યા નેતાઓ મોટી વાતો કરવામાં માત્ર પાવરધા છે.

હેરીટેજ ઇમારતોની સુંદર જાળવણી કરવાની મોટી મોટી જાહેરાતો કરતા નેતાઓમા ઈચ્છાશક્તિનો અભાવ ન્યાયમંદિર ની ઇમારત પર ઉગી નીકળેલા છોડ અને ઝાડ ચાડી ખાય છે. હેરીટેજ સીટી માટે નેતાઓ માંગણી જરૂર કરે છે, પરંતુ હકીકત એ છે કે કહેવાતા સ્માટઁ શાસકો ને આમા કોઇ રસ જ નથી. આ ઇમારત ઉપર ઉગેલા પીપળાના  ઝાડ  ઊગી નીકળ્યા છે અને તેના મૂળીયા અંદર સુધી જઇને ઇમારતને નુક્સાન કરી શકે છે. આ ગંભીરતાનું અધિકારીઓ કે નેતાઓને જરા પણ ભાન નથી. શું તેમના ઘરની દિવાલમા આવા ઝાડ ઊગવા દેશે ? આ ઐતિહાસિક ઇમારતમી દિવાલો ફાડી નાખે તે પહેલા નિંદ્રાધિન તંત્ર અને કહેવાતા સ્માર્ટ શાસકો જાગે એ જરૂરી છે.  અહીં સવાલ એ છે કે સામાન્ય જનતાને નરી આંખે દેખાતુ હોય એ અધિકારીઓને કેમ દેખાતું નથી ? તેમને કેમ નથી દેખાતુ ?


Share :

Leave a Comments