શિનોરમાં અપહરણ કરવાના બનાવવામાં વોન્ટેડ આરોપી વડોદરામાંથી ઝડપાયો

એસઓજી પોલીસે આરોપીને તાંદલજામાંથી ઝડપી પાડ્યો

MailVadodara.com - Wanted-accused-of-kidnapping-plot-in-Shinor-nabbed-from-Vadodara

- બાકી નીકળતા 25 હજાર માટે વ્યક્તિનું અપહરણ કર્યું હતું

વડોદરા જિલ્લાના શિનોર ખાતે રૂપિયા માટે અપહરણના બનેલા બનાવવામાં વોન્ટેડ આરોપીને વડોદરા પોલીસે ઝડપી પાડી શિનોર પોલીસને સોંપાવા તજવીજ કરી છે.

શિનોર ખાતે બાકી નીકળતી રૂ.25,000ની માંગણી કરી એક વ્યક્તિનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બનાવમાં પોલીસે હુમલો કરનાર પિયુષ પટેલ તેમજ ગાળો ભાંડનાર સોહેલ ઉર્ફે દબંગ શેખ સામે ગુનો દાખલ કર્યો હતો. 

આ દરમિયાન આરોપી સોહેલ ઉર્ફે દબંગ શેખ વડોદરાના તાંદલજા વિસ્તારમાં કેન્સર હોસ્પિટલ પાસે ઊભો હોવાની વિગતો મળતા એસઓજી પોલીસે વોચ રાખી તેને ઝડપી પાડ્યો હતો અને શિનોર પોલીસને સોંપવા તજવીજ કરી છે.

Share :

Leave a Comments