- માર્કેટ ખૂલતાની સાથે એક સેકન્ડમાં 452 કરોડ ભરાઇ ગયા અને એક કલાકમાં 1460 કરોડનું બિડિંગ થયું
વડોદરા મહાનગર સેવા સદન (VMC) દ્વારા રૂપિયા 100 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં ઇલેકટ્રોનિંક્સ પ્લેટફોમ ઉપર બિડિંગ કરવામાં આવ્યું હતું. માર્કેટ ખૂલતાની સાથે જ એક સેકન્ડમાં 452 કરોડ ભરાઇ ગયા હતા અને એક કલાકમાં રૂપિયા 1460 કરોડનું બિડિંગ થયું હતું. આ બોન્ડ કેન્દ્ર સરકારની અમૃત યોજના 0.2માં કોર્પોરેશનના ફાળાની રકમ આપવા માટે બહાર પાડવામાં આવ્યા છે. જેનું 14 ટકાથી વધુ ભરણું ભરાતા પાલિકાના અધિકારીઓ-હોદ્દેદારોએ તાળીઓ પાડી ખુશી વ્યક્ત કરી હતી.
કેન્દ્ર સરકારની અમૃત યોજના અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટમાં હિસ્સો આપવા માટે રૂ.100 કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડવાની મંજૂરી સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ આપી હતી. ત્યારબાદ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ઇલેક્ટ્રોનિક બિડીંગ કરવામાં આવતા સંસ્થાગત બોન્ડમાં 44 સરકારી અને ખાનગી ઉદ્યોગો નાણાકીય સંસ્થાઓએ ભાગ લીધો હતો. જેથી રૂપિયા સો કરોડની કિંમતના બોન્ડ સામે દસ ગણી વધુ રકમ માત્ર એક કલાકમાં જ ભરાઈ ગઈ હતી. જેની શરૂઆત 11 વાગે થતાં એક સેકન્ડમાં 452 કરોડ ભરાયા હતા. જ્યારે 12 વાગે રૂ.1007 પર બોન્ડની રકમ ભરાઈ હતી. સેબીએ મંજૂરી આપ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જેટલી ખાનગી અને સરકારી કંપનીઓ તથા નાણાકીય સંસ્થાઓના મુખ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને કોર્પોરેશનના બોન્ડમાં નાણાં રોકવા અપીલ કરી હતી.
આ અંગે માહિતી આપતા મેયર પિંકીબેન સોની મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ જણાવ્યું હતું કે, વર્ષ 2019 ના અંદાજપત્રમાં કેન્દ્ર સરકારની અટલ મિશન ફોર રેજુવેનશન એન્ડ અર્બન ટ્રાન્સફરમેશન યોજના અંતર્ગત રજૂ કરવામાં આવેલા 1220.53 કરોડની કિંમતના 30% હિસ્સાની રકમ ભરપાઈ કરવાના ભાગરૂપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ.100 કરોડના બોન્ડ બહાર પાડવા માટે કસરત શરૂ કરી હતી. જેમાં શેરખી ખાતે 100 mld ક્ષમતાનું સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ રૂ.6260 કરોડ ઉંડેરા ખાતે 21 એમએલડી ક્ષમતાનું સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પંપિંગ સ્ટેશન રૂ.30.63 કરોડ અને બિલ ગામ ખાતે નવી પ્રેશર લાઈન અને ડ્રેનેજ નેટવર્ક લાઈન નાખવાના રૂપિયા 6.77 કરોડના કુલ ત્રણ કામ માટે ગ્રીન બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા.
પાંચ વર્ષની બેલેન્સશીટ, કેસ ફ્લો, સ્થાવર-જંગમ મિલકતો વિગેરેની માહિતી મેળવી વર્ષ 2015-16 થી વર્ષ 2022-23 સુધીના એન્યુઅલ રિપોર્ટ તૈયાર કર્યા હતા. જેમાં અક્રુઅલ બેઝ પ્રમાણે નેશનલ મ્યુનિસિપલ એકાઉન્ટ મેન્યુઅલ પ્રમાણે બેલેન્સશીટ તૈયાર કરી હતી જે બાદ ક્રિશિલ અને ઇન્ડિયા રેટીંગ એન્ડ રિસર્ચ નામની બે સંસ્થા પાસે ક્રેડિટ રેટિંગ કરાવવાની પ્રક્રિયા કરી હતી જેમાં ડિસેમ્બર 2020માં ઇન્ડિયા એન્ડ રિસર્ચ સંસ્થાએ AA+stable અને ક્રિશિલ સંસ્થાએ AA+stable રેટિંગ આપ્યું હતું. આ રેટીંગ આધારે મે-2021માં રાજ્ય સરકારે રૂ.200 કરોડની રકમના બોન્ડ બહાર પાડવા મંજૂરી આપી હતી. જે આધારે માર્ચ 2022 માં 100 કરોડના બોન્ડ બહાર પાડ્યા હતા. જે 10 ગણો વધુ બોન્ડ ભરાયો હતો ત્યારબાદ આજે હવે સેબીની મંજૂરી બાદ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં સંસ્થાગત બોન્ડમાં રોકાણકારો દ્વારા ઓનલાઈન બિડીંગની પ્રક્રિયા આજે 1100 શરૂ કરવામાં આવી હતી. પ્રારંભમાં જ આઠ ગણો બોન્ડ ભરાયો હતો જેમાં માત્ર એક કલાકમાં જ વિવિધ 44 કંપનીઓએ બિડીંગમાં ભાગ લેતા રૂપિયા 100 કરોડના બોન્ડ સામે 14 ગણો વધુ રકમનો બોન્ડ ભરાયો હતો.
તેમણે જણાવ્યું હતું કે જે રીતે સરકારી અને ખાનગી કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓનો સહકાર મળ્યો છે તે બાદ બોન્ડમાં આ કંપનીઓને 7.90 ટકા વ્યાજ ચૂકવાશે. જેનું લિસ્ટીંગ તા.6ઠ્ઠી એ થશે.