લોકસભાની વડોદરા બેઠક પર બપોરે 1 વાગ્યા સુધીમાં 38.79% મતદાન થયું, મતદાન મથકો પર કતારો લાગી

સૌથી વધુ મતદાન વાઘોડિયા 40.17% અને સૌથી ઓછું રાવપુરા 36.67% નોંધાયું

MailVadodara.com - Vadodara-Lok-Sabha-seat-saw-38-79-percentage-polling-by-1-pm-queues-at-polling-booths

- વડોદરામાં સવારે લોકોએ મતદાન માટે ભારે ભીડ લગાવી હતી જ્યારે બપોરના સમયે મોટાભાગના મતદાન મથકો ખાલી જોવા મળ્યા


વડોદરા શહેરમાં સવારે લોકોએ મતદાન માટે ભારે ભીડ લગાવી હતી. જોકે, બપોરના સમયે શહેરના મોટાભાગના મતદાન મથકો ખાલી જોવા મળ્યા હતા. વડોદરા લોકસભા બેઠક માટે બપોરે 1 વાગ્યા સુધી 38.79 ટકા મતદાન થયું છે, જેમાં સૌથી વધુ મતદાન વાઘોડિયા 40.17 ટકા અને સૌથી ઓછું મતદાન રાવપુરા 36.67 ટકા નોંધાયું છે.

વડોદરા નજીક અનખોલ ગામમાં આવેલી સોસાયટીઓમાં લોકો ધોમધખતા તાપમાં મતદાન માટે લોકોની લાઈનો જોવા મળી છે. કપુરાઈ પોલીસ નારાયણ વિદ્યાલય અને જય અંબે વિદ્યાલયમાં હેન્ડિકેપ પુરુષ મતદાર અને સિનિયર સિટીઝનને મતદાન માટે મદદ કરી હતી. ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા ચુંટણી નિરીક્ષક જી.જગદિશા અને પોલીસ નિરીક્ષક નિવેદિતા કુમારે શહેરના શ્રેયસ વિદ્યાલયના મતદાન મથકની મુલાકાત લઈ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું.


ગરમીના પ્રકોપ વચ્ચે હાથમાં નાના બાળકને તેડીને મતદાનની ફરજ પૂર્ણ કરીને વાઘોડીયા વિધાનસભા મત વિસ્તારના 25 વર્ષીય વિલાસ પરમારે અન્ય મતદારોમાં જુસ્સાનો સંચાર કર્યો હતો. મતદાનનું નિશાન ગર્વભેર બતાવીને તેમણે મતદાન માટે નિરસતા દાખવતા મતદારોને વેધક સવાલ કરતા કહ્યું કે, આજનો દિવસ લોકશાહીનું માઋણ અદા કરવાનો દિવસ છે. આળસ કેમની આવે ?

આ સાથે તેમણે અન્ય મહિલા મતદારોને પણ મતદાન પહેલા'નો સંદેશ આપ્યો છે. વિલાસબેને વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી અને વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી એમ બને માટે મતદાન કરીને ધન્યતા અનુભવી હતી.

ઉલ્લેખનીય છે કે, લોકસભા બેઠક પર 11 વાગ્યા સુધી 20.77 ટકા મતદાન પહોંચ્યું છે. જ્યારે વાઘોડિયા વિધાનસભા બેઠક પર 24.60 ટકા મતદાન નોંધાયુ છે. સૌથી વધુ માંજલપુર 26.41 ટકા મતદાન નોંધાયુ છે. જ્યારે સૌથી ઓછુ 10.50 ટકા મતદાન રાવપુરામા અને સાવલીમાં 23.62 ટકા મતદાન થયું છે. ક્ષત્રિયોએ સવારે ખૂબ મતદાન કર્યું હોવાનું પણ સામે આવ્યું છે.


વડોદરા લોકસભા અને વોડિયા વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી પર મતદાન શરૂ થઈ ચુક્યું છે, ત્યારે વડોદરા વોકસભા બેઠક પરથી ભાજપે શહેરના વર્તમાન સાંસદ રંજન ભટ્ટને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા, જોકે, આ વખતે ઉમેદવારોની બાબતમાં ભાજપમાં જ ઉકળાટ હતો, એટલે જ તેણે ઉમેદવાર બદલવા પડ્યા છે. રંજન ભટ્ટે ચૂંટણી વડવાનો ઈન્કાર કરી દેતા, ભાજપે ડી. હૈમાંગ જોશીને મેદાનમાં ઉતાર્યા છે. તેની સામે કોંગ્રેસે જસપાલસિંહ પરિચયારને ઉતાર્યા છે. વડોદરા લોકસભા બેઠક પર ફૂલ 14 ઉમેદવાર માટે 2551 મતદાન મથકોમાં વીટિંગ થવાનું છે. આ લોકસભા બેઠક પર 19.42 લાખ મતદારો મતદાન કરવાના છે. ઉલ્લેખનીય છે કે, સંસ્કારી નગરી વડોદરામાં 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લોકસભાની ચૂંટણી લડયા અને જીત્યા હતા.

Share :

Leave a Comments