- મતગણતરી કેન્દ્રમાં થ્રી લેયર બંદોબસ્ત ગોઠવાશે, 200 મીટરમાં વાહનોની અવરજવર બંધ રહેશે
- 4 સ્થળોએ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી અને ડાયવર્ઝન પણ અપાયા
વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભા બેઠક પેટાચૂંટણીની મતગણતરી માટે DCP અને ACP સહિત 750 પોલીસ જવાનો ખડેપગે રહેશે અને મતગણતરી માટે થ્રી લેયર બંદોબસ્ત ગોઠવાશે. આ ઉપરાંત 4 સ્થળોએ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અન ડાયવર્ઝન પણ આપવામાં આવ્યા છે.
વડોદરા જોઇન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામાએ જણાવ્યું હતું કે, વડોદરા લોકસભા બેઠક અને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની મતગણતરી વડોદરાની પોલિટેકનિક કોલેજમાં 4 જૂનના રોજ થશે. તેના માટે સલામતીના ભાગરૂપે તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જેમાં DCP, ACP અને પોલીસકર્મીઓ સહિતનો સ્ટાફ થ્રી લેયરમાં બંદોબસ્તમાં પડેપગે રહેશે. એક તો મગગણતરી થવાની છે, તે બિલ્ડિંગની અંદર, બિલ્ડિંગની બહાર અને ત્રીજી પોલિટેકનિક કમ્પાઉન્ડની બહાર એમ ત્રણ લેયરમાં પોલીસ સ્ટાફ ખડેપગે રહેશે.
તેઓ વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત 290 જેટલા પોલીસ જવાનો, ટીઆરબી અને ટ્રાફિક બ્રાંચના જવાનો ટ્રાફિક વ્યવસ્થા સંભાળશે અને પાર્કિંગની વ્યવસ્થા સંભાળશે. 750 જેટલો પોલીસ સ્ટાફ સલામતીની વ્યવસ્થા જાળવશે. હાલ જે ઇવીએમ માટે જે થ્રી લેયર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં સ્ટ્રોગ રુમમાં પેરામિલિટરી ફોર્સિસ, ત્યારબાદ સ્ટેટ રિઝર્વ પોલીસ અને આઉટરમાં લોકલ પોલીસના જવાનો છે, તે બંદોબસ્ત પણ ચાલુ રહેશે.
તેઓએ ઉમેર્યું હતું કે, આ સમયે લોકોને તકલીફ ન પડે તે માટે ડાયવર્ઝન પણ આપવામાં આવ્યા છે. મતગણતરીના કેન્દ્રની 200 મીટરની અંદર વાહનોની અવરજવર બંધ કરવામાં આવશે. જેના માટે જાહેરનામા બહાર પાડી દેવામાં આવ્યા છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ગાઇડલાઇન પ્રમાણે મોબાઇલ ફોન મત ગણતરી કેન્દ્રમાં લઇ જવા પર પ્રતિબંધ છે. જેથી કોઇ મોબાઇલ લઇને ન આવે અને સહકાર આપે.
તેઓએ કહ્યું હતું કે, 4 સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ઉમેદવાર અને એજન્ટ માટે અલગ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમને ગેટ નં-2થી પ્રવેશ મળશે. ચૂંટણી સાથે સંકળાયેલા ઓફિશિયલ્સ અને ઓફિસર માટે ગેટ નં-1થી પ્રવેશ આપવામાં આવશે. વહેલી સવારે 4 વાગ્યાથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. પોલીસ જવાનો અને અધિકારીઓ પણ ગેટ નં-1થી આવી શકશે. પછી ગેટ નં-1 બંધ કરી દેવામાં આવશે. મેઇન ગેટની સામેની એમ.એસ. યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ છે, ત્યાં લોકો માટે પાર્કિંગની વ્યવસ્થા કરી છે. જેમાં ટેકેદારો અને કાર્યકરોનો સમાવેશ થાય છે.