- સવારે ૯થી બપોરના એક વાગ્યા સુધી જૂની કલેક્ટર કચેરી ધારાસભા હોલમાં ચૂંટણી યોજાશે, તે જ દિવસે બપોરે 3 વાગ્યે મતગણતરી કરાશે
વડોદરા જિલ્લા ત્રીજા વર્ગ મહેસૂલી કર્મચારી મંડળની બે વર્ષ માટેની ચૂંટણી આગામી ૨૧ મી જુલાઇએ યોજાશે. અને તે જ દિવસે બપોરે ત્રણ વાગ્યે મત ગણતરી હાથ ધરવામાં આવશે.
વડોદરા જિલ્લા ત્રીજા વર્ગ મહેસૂલી કર્મચારી મંડળની વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૬ ના બે વર્ષ માટેની કારોબારી પ્રમુખ, ઉપ પ્રમુખ, સંગઠન મંત્રી, મહામંત્રી, સહમંત્રી ( મહિલા અને પુરૂષ), ખજાનચી, આંતરિક અન્વેષણ મળી કુલ ૮ હોદ્દેદારોની ચૂંટણી આગામી ૨૧ મી જુલાઇએ સવારે ૯ થી બપોરના એક વાગ્યા દરમિયાન જૂની કલેક્ટર કચેરી ધારાસભા હોલમાં યોજવામાં આવશે. તથા મત ગણતરી તે જ દિવસે બપોરે ત્રણ વાગ્યે હાથ ધરવામાં આવશે. પ્રમુખ તથા મહામંત્રીની ઉમેદવારી માટે નાયબ મામલતદાર સંવર્ગના કર્મચારીઓએ ઉમેદવારી કરવાની રહેશે. ઉપપ્રમુખના હોદ્દા માટે ક્લાર્ક, મહેસૂલી તલાટી સંવર્ગના કર્મચારીઓએ ઉમેદવારી કરવાની રહેશે. ઉમેદવારી પત્રો તા. ૧૬ મી એ તથા ૧૮ મી એ નવી કલેક્ટર કચેરી દિવાળીપુરા ખાતે સવારે ૧૧ થી બપોરના ત્રણ વાગ્યા સુધી રજૂ કરવાના રહેશે. સાંજે પાંચ વાગ્યે ઉમેદવારી પત્રની ચકાસણી હાથ ધરવામાં આવશે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની મુદ્દત આગામી ૧૯ મી તારીખે બપોેરે ત્રણ વાગ્યા સુધીની છે.