- ક્રાઇમ બ્રાન્ચે વાહનોની ચોરી કરનાર કિરણ રાજ તથા ધર્મેશની શોધખોળ શરૂ કરી
વડોદરા શહેર તથા કઠલાલમાંથી ચોરી કરેલી કાર તથા બે બાઈક સાથે બે શખ્સો ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 4.05 લાખનો મુદ્દામાલ કબજે કરીને ચોરી કરનાર બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એચ. આઈ. ભાટી શહેર વિસ્તારમાં પેટ્રોલિગમાં ફરી રહ્યા હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે નેશનલ હાઈવે દેમા ચોકડી બ્રિજ પાસેથી શંકાસ્પદ કાર સાથે રતીલાલ હાથીભાઇ રાઠોડ (રહે. કંથારીયા તા. આંકલાવ, જિ. આણંદ) ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી કારના પેપર્સની માગણી કરતા ન હતા. જેથી તેની પૂછપરછ કરતા તેણે કાર હર્ષદ અભેસિંહ પરમાર (રહે. ભેટાસી ગામ, તા. આંકલાવ, જિ. આણંદ) પાસેથી મેળવી હતી. આ ઉપરાંત તેની પાસે હજુ બે બાઈક છે તે તેના ઘર પાસે મુકી હોવાની વિગતો જણાવી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભેટાસી પહોંચી ગઈ હતી અને હર્ષદ પરમારના ઘર પાસે રાખેલી બંને બાઈક કબજે કરી તેની પાસે પણ બાઈકના ડોક્યુમેન્ટસ માગતા ન હતા. આ ઉપરાંત કાર તથા બંને બાઈક કિરણ દિલીપસિંહ રાજ તથા ધર્મેશે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
વાહનચોરી અંગે ગોત્રી તથા લક્ષ્મીપુરા તથા કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી હોય વધુ કાર્યવાહી માટે આરોપી સહિત કાર અને બે મોબાઈલ મળી 4.05 લાખનો મુદ્દામાલ કબજે કરી ગોત્રી પોલીસને સુપ્રત કરાયો છે. તેમજ વાહનોની ચોરી કરનાર કિરણ રાજ તથા ધર્મેશની શોધખોળ કરાઈ રહી છે.