સુરતમાં 1.34 કરોડની ઠગાઈના ગુનામાં સંડોવાયેલા આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો

વડોદરા ક્રાઇમ બ્રાંચે આરોપીને સુરત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી

MailVadodara.com - Vadodara-Crime-Branch-nabs-accused-involved-in-1-34-crore-fraud-in-Surat

- સુરતમાં ફરિયાદ નોંધાયા બાદ આરોપી ભરત ગઢાદરા આજવા રોડ પર રહેતો હતો

સુરતના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા 1.34 કરોડની ઠગાઈના ગુનામાં સંડોવાયેલા આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે અને આરોપીને સુરત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. 

વરાછા પોલીસ સ્ટેશનમાં તારીખ 14મી મે 2024ના રોજ નોંધાયેલ ઠગાઇના ગુનામાં ફરિયાદ મુજબ આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં મોજે આણંદ જિલ્લાના રિંઝા ગામની સીમમાં આવેલા 700 વીઘા જેટલી જમીનો સ્વામીનારાયણ સંપ્રદાયના મહંત જે.કે.સ્વામી ખરીદવા માંગતા હોવાથી મધ્યસ્થી તરીકે ઉભા રહી સ્વામીજીને જમીનો અપાવવાની અને સોદામાં જે ફાયદો થાય તે સરખે ભાગે વહેંચી લેવાના બહાને જમીનમાં મૂડીનું રોકાણ કરાવ્યું હતું અને તે રકમ મેળવ્યા બાદ દસ્તાવેજ નહીં કરી આપવા અંગેનું સુનિયોજીત કાવતરૂ રચી કાવતરાના ભાગરૂપે સને-2016માં ફરીયાદીને તે જમીન વેચવા અંગેની વાત કરી હતી.


700 વીઘા જમીનોની વેચાણ અવેજની રકમ મળે તે મુજબ ખેડુતો પાસેથી જમીનોના દસ્તાવેજ કરાવી આપવાની જવાબદારી સ્વીકારી એક વીઘાની કિંમત 10 લાખ રૂપિયા હોવાની વાત જે.કે.સ્વામીને જણાવી એક વીઘાનો ભાવ રૂ. 5,80,000માં રાખવાનુ નક્કી કરી વેચાણ કરી હતી અને જમીનના રૂ.1,20,75,000 અને જે.કે.સ્વામી, સ્નેહલભાઇ, વિવેકભાઇ અને દર્શન શાહે 50 લાખ ફરિયાદી પાસેથી મેળવી બાદમાં જમીનોના વેચાણ દસ્તાવેજો કરી આપ્યો નહોતો. રૂપિયા 1,70,75,000 પરત નહીં કરીને બાદમાં ફરીયાદી તેમની પોલીસ ફરિયાદ કરતા તેઓએ ફરીયાદીને 36,75,000 આપ્યા હતા તેમજ બાકીના 84,25,000 અને સ્નેહલભાઇને આપેલા 50,00,000 મળીને કુલ 1,34,25,000 લેવાના નીકળતા હોય જે આજદિન સુધી ફરીયાદીને પરત કર્યા નહોતા અને પૂર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે ગુનાહિત છેતરપિંડી કરી હતી. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકીના આરોપી ભરત ઉર્ફે દર્શન મનજીભાઇ ગઢાદરા (રહે. શ્રીહરી કોમ્પલેક્ષ, આજવા રોડ, વડોદરા)ની વડોદરા ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments