વડોદરા કોર્પોરેશન અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે 220 ખાલી જગ્યા પર ભરતી કરશે

11 માસ માટે કરાર આધારિત તેમજ આઉટસોર્સિંગથી ભરતી કરવામાં આવશે

MailVadodara.com - Vadodara-Corporation-will-recruit-220-vacancies-at-Urban-Health-and-Wellness-Centre

- તારીખ 12 જાન્યુઆરી સુધી માત્ર ઓનલાઇન અરજીઓ જ સ્વીકારાશે

વડોદરા કોર્પોરેશનમાં 15માં નાણાપંચ હેઠળ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે 11 માસ માટે કરાર આધારિત તેમજ આઉટ સોર્સિંગ દ્વારા 220 ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવનાર છે. આ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર તારીખ 29 ડિસેમ્બરથી તારીખ 12 જાન્યુઆરી સુધી ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવાનું કહીને જણાવ્યું છે કે, માત્ર ઓનલાઇન અરજીઓ જ સ્વીકારવામાં આવશે. ટપાલ કે રૂબરૂ દ્વારા કોર્પોરેશનમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં. આ જગ્યા ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી મંજૂર થયેલી જગ્યા ભરવા માટે આ 220 જગ્યાની ચાર કેડર ઉપરાંત બીજી અન્ય કેડર માટે પણ બે વર્ષ સુધીનું વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જે 220 જગ્યા ભરવાની છે તેમાં કરાર આધારિત 47 મેડિકલ ઓફિસરનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત 56 સ્ટાફ નર્સ, 58 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ )અને 59 સિક્યુરિટી ગાર્ડનો સમાવેશ થાય છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 11 મહિનાના કરાર આધારિત હંગામી ધોરણે 554 વર્કરની ભરતી કરવા માટે ઓનલાઇન અરજીઓ મગાવી હતી. જેમાં 9922 અરજીઓ મળી હતી. જે 554 જગ્યા ભરવાની છે તેમાં 106 પબ્લિક હેલ્થ વર્કર માટે 4,474 અને 448 પુરુષ ફિલ્ડ વર્કર માટે 5448 અરજીઓ મળી હતી. જેમાંથી 427 અરજી રિજેક્ટ કરવામાં આવી હતી. તમામ અરજીઓનું મૂલ્યાંકન કરીને પ્રોવિઝન લિસ્ટ બહાર પાડવામાં આવશે, અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાશે અને એ પછી ફાઇનલ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

Share :

Leave a Comments